Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ર મી સદીમાં આક્રમણકારોએ નષ્ટ કરેલા વિશ્વવિદ્યાલયના ખંઢેરોને વર્ષ ર૦૧૬ માં હેરીટેજ સાઈટ જાહેર કરાયા હતાં
પટણા તા. ૧૯: બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ભૂતકાળના ભવ્ય નાલંદા વિશ્વવિદ્યાલયની મિશ્ર હેરિટેજ સાઈટની નજીક નાલંદા યુનિવર્સિટીના નવા અદ્યતન કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કાર્યક્રમમાં જોડાયા હતાં.
નાલંદા યુનિવર્સિટીમાં બે એકેડેમિક બ્લોક છે, જેમાં ૪૦ ક્લાસરૂમ છે. અહીં કુલ ૧૯૦૦ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ છે જેમાં ૩૦૦ બેઠકો છે. આ ઉપરાંત એક ઈન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ર હજાર લોકો બેસી શકે છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટેનો પ્લાન્ટ, ૧૦૦ એકરમાં જળાશયો તેમજ ઘણી સુવિધાઓ છે જે પર્યાવરણને અનુકૂળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચીને વડાપ્રધાન મોદીએ સૌ પ્રથમ યુનિવર્સિટીની જુની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષ વાવ્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.
નોંધનીય છે કે વર્ષ ર૦૧૬ માં નાલંદા યુનિવર્સિટીના ખંઢેરો (અવેશષો) ને સંયુક્ત રાષ્ટ્રનીય હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી. ત્યારપછી ર૦૧૭ માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન ખંઢેરોની જગ્યાની પાસે જ બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, ર૦૧૦ દ્વારા કરવામાં આવી છે. ર૦૦૭ માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.
નાલંદા યુનિવર્સિટીનો ભવ્ય ઈતિહાસ છે. તેની સ્થાપના લગભગ ૧૬૦૦ વર્ષ પહેલા પાંચમી સદીમાં થઈ હતી અને ત્યારે નાલંદા યુનિવર્સિટી વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. નિષ્ણાતોના મતે ૧ર મી સદીમાં આક્રમણકારો દ્વારા આ યુનિવર્સિટીઓને નષ્ટ કરવામાં આવી હતી. લગભગ ૮૦૦ વર્ષ સુધી આ પ્રાચીન વિદ્યાલયએ ઘણાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું.
નાલંદા યુનિવર્સિટીનો પાયો ગુપ્ત વંશના કુમાર ગુપ્તા દ્વારા નાખવામાં આવ્યો હતો. પાંચમી સદીમાં બનેલી પ્રાચીન યુનિવર્સિટીમાં લગભગ ૧૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં, જેમના માટે ૧પ૦૦ શિક્ષકો હતાં. મોટાભાગના વિદ્યાર્થીઓ એશિયાઈ દેશો ચીન, કોરિયા અને જાપાનથી આવતા બૌદ્ધ સાધુઓ હતાં. ઈતિહાસકારોના મતે ચીનના સાધુ હ્યુ-એન-ત્સાંગે પણ સાતમી સદીમાં નાલંદામાં શિક્ષણ મેળવ્યું હતું. હ્યુ-એન-ત્સાંગે તેમના પુસ્તકોમાં નાલંદા યુનિવર્સિટીની ભવ્યતાનો ઉલ્લેખ કર્યો છે. આ બૌદ્ધ ધર્મના બે સૌથી મહત્ત્વપૂર્ણ કેન્દ્રોમાનું એક હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial