Advertisement
Author: નોબત સમાચાર

પાણી પુરવઠા બોર્ડના કર્મીનો રેફરન્સ કેસ નામંજૂર થયો

નોટિફિકેશન મુજબની દાદ મંગાઈ'તીઃ

જામનગર તા. ૧૯: જામનગરની પાણી પુરવઠા બોર્ડ કચેરીના એક કર્મચારીએ મજૂર અદાલતમાં કરેલો રેફરન્સ ડિમાન્ડ કેસ અદાલતે નામંજૂર રાખ્યો છે.

જામનગરની પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા વિઠ્ઠલભાઈ બાવનજી અજુડીયાએ મજૂર અદાલતમાં વર્ષ ૨૦૧૧માં રેફરન્સ ડિમાન્ડ કેસ કર્યાે હતો.

તે કેસ ચાલી જતાં મજૂર અદાલતે ઠરાવ્યું હતું કે, અરજદારનો કેસ કાયમી થવા માટેનો નથી માત્ર નોટિફિકેશન મુજબની દાદ માંગવામાં આવી છે. તે કિસ્સામાં અરજદાર માગણી મુજબની દાદ મેળવવા હક્કદાર નથી. બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ તરફથી વકીલ ગૌરવ પંડયા, ઉદય કવૈયા, ચાંદની સોલંકી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh