Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌથી વધુ વિસાવદર તાલુકામાં ર૬ મી.મી.
અમદાવાદ તા. ૧૯: ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૩૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વિસાવદરમાં ર૬ મી.મી. થયો છે.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્ર થઈ ગઈ છે અને છેલ્લા બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.
જો કે, હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. છેલ્લા ર૪ કલાકમાં ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે સુરત, નવસારીમાં ધીમીધારે જ્યારે વલસાડ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં આજે સવારે કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ દેખા દીધી હતી. જેમાં સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યાની વાત કરવામાં આવે તો ચાર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડમાં ધોધમાર જ્યારે અમરેલી, ગીર સોમનાથ અને ભરૂચમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વલસાડના પારડીમાં ૧૬ મી.મી. નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીના ખાંભામાં ૪ મી.મી., ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત સુરત જિલ્લા અને શહેરમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો અને બારડોલી સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ તેમજ બાબેન અને ધામરોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આસપાસના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, તો વલસાડ તેમજ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાય ગયા હતાં.
રાજ્યમાં ર૪ કલાકની વાત કરવામાં આવે તો ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ર૬ મી.મી. નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુરમાં રપ મી.મી. તેમજ કપરાડામાં ર૪ મી.મી., સુરેન્દ્રનગરના થાનમાં ર૧ મી.મી., ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ૧૯ મી.મી., રાજુલામાં ૧૬ મી.મી., ખેરગામમાં ૧પ મી.મી., વલસાડમાં ૧ર મી.મી., પાલિતાણામાં ૧૧ મી.મી., ઉમરગામમાં ૧૧ મી.મી., બાબરામાં ૧૦ મી.મી., કુંકાવાવ) વડિયામાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial