Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ફેબ્રુઆરી ર૦રપ માં
જામનગર તા. ૧૯: જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના ૭પ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જામનગરના આંગણે આગામી ફેબ્રુઆરી-ર૦રપ માં ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-ર૦રપનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોના લોન્ચીંગ કાર્યક્રમ તેમજ એમએસએમઈ ડેવલપમેન્ટ અંગે સેમિનાર ઓશવાળ સેન્ટરમાં યોજાયા હતાં.
આ કાર્યક્રમમાં જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ સ્વાગત પ્રવચન કરી એકસ્પોના આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. એમએસએમઈના ગુજરાત રાજ્યના ઉચ્ચ અધિકારીએ એમએસએમઈના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ તથા મળતા લાભો અંગે સૌને માહિતગાર કર્યા હતાં.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન જ્યારે તેની સ્થાપનાના ૭પ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુકત ઔદ્યોગિક વાતાવરણમાં જામનગરના ફેકટરી ઓનસ એસોસિએશન અને કે એન્ડ ડી કોમ્યુનિકેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે જામનગરના આંગણે પહેલીવાર આગામી તા. ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી ર૦રપ દરમ્યાન જામનગર-દ્વારકા હાઈવે, એરપોર્ટ રોડ પર જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકઝિબિશન-ર૦રપ નું આયોજન કરવામાં આવનાર છે.
આ એકઝિબિશનના આયોજન માટે મે. કે એન્ડ ડી. કોમ્યુનિકેશન લિ. અમદાવાદ કે જેમને વાઈબ્રન્ટ ગુજરાત, એન્જીમેક જેવા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝિબિશનના આયોજનનો ૩૦ વર્ષનો અનુભવ છે. તેની સાથે ટાઈઅપ કરેલ છે. આ એકઝિબિશન માટે આ સંસ્થાને ભારત સરકારના એમએસએમઈ, એનએસઆઈસી, ઈઈપીસી, જીઆઈડીસી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લોધીકા જીઆઈડીસી એસોસિએશન, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના જામનગર હાર્ડવેર મેન્યુફેકચર્સ એસો. એકઝીમ મેટલ મર્ચન્ટ એસો. જામનગર, જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસો.ના જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસો.ના નાના ઉદ્યોગ સહકારી વસાહત લિમિટેડ, એમ.પી.શાહ મ્યુનિ. ઉદ્યોગનગર એસો. પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસો.ના હાપા ઉદ્યોગનગર સંઘ લિ. નાના ઉદ્યોગ સહકારી વસાહત લિમિટેડ વિગેરે સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.
આ સંસ્થા દ્વારા એમએસએમઈ અમદાવાદ તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી વિદેશમાં જયા બ્રાસપાર્ટસની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. ત્યાંથી ખરીદદારો આ એકઝિબિશન દરમ્યાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કીરને ભારત સરકારના સંરક્ષણ, રેલવે, શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે સાહસો, રાજ્ય પરિવહન વિગેરે સાહસો આ એકઝિબિશનમાં ભાગ લે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, આ એકઝિબિશન દરમ્યાન એમએસએમઈ માટે અલગ પેવેલીયન રાખવાનું, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, બી ટુ બી મિટિંગ યોજવાનું તથા ઔદ્યોગિક એકમો માટે લાભદાયી યોજનાઓ માટે વિવિષ વિષયો પર સેમિનારો યોજવાનું પણ આયોજન કરવામાં આવનાર છે. આશરે ૧૦,૦૦૦ થી ૧ર,૦૦૦ ચો.મી. સંપૂર્ણ વાતાનુકુલીત જર્મન મેઈડ ડોમમાં યોજાનાર આ એકઝિબિશનમાં રપ૦ કરતા પણ વધુ સ્ટોલ રાખવામાં આવનાર છે, આશરે પ૦ હજાર કરતાં પણ વધુ લોકો તેની મુલાકાત લેશે અને આશરે રૂ. ૧૦૦૦ કરોડથી વધુ બિઝનેસ ઈન્કવાયરીઓ જનરેટ થશે તેવી આશા છે.
આ કાર્યક્રમમાં ફેકટરી ઓનર્સ એસો. ના અન્ય એસોસિએશનના હોદ્દેદારો, ઉદ્યોગકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial