Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં 'વર્લ્ડ ક્લબ ફૂટ ડે'ની ઉજવણીઃ પગના રોગો વિષે જનજાગૃતિ

ઓર્થોપેડિક વિભાગના વડા ડો. વિજય સાતાના અધ્યક્ષસ્થાને

જામનગર તા. ૧૮: જામનગરમાં સ્થિત જી.જી. સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા 'વર્લ્ડ ક્લબ ફૂટ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ ક્લબ ફૂટ ડેની ઉજવણીના ભાગરૂપે ક્યોર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રસ્ટના ક્લબ ફૂટ કાઉન્સિલર રીટાબેનના સહયોગથી જી.જી. સરકારી હોસ્પિટલમાં ક્લબ ફૂટ (વાંકા પગ) અને જન્મજાત ખોડખાંપણયુક્ત પગ અને અન્ય પગના રોગો વિષે સમાજમાં જનજાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓર્થોપેડિક વિભાગના વડા ડો. વિજય સાતાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખોડખાંપણયુક્ત ક્લબ ફૂટ (વાંકા પગ) વિષય અંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ દ્વારા નાગરિકોને સરળ ભાષામાં માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ક્લબ ફૂટ વાળા બાળકો સાથે તેમના માતા-પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના બાળકોની નિઃશુલ્ક સફળ સારવાર અંગે પ્રતિભાવ જણાવ્યા હતાં અને આ સાથે ઉપસ્થિત મેડિકલ ઓફિસર્સની ટીમનો તેઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરના ડીન ડો. નંદીની દેસાઈ, ડો. ધર્મેશ વસાવડા, આર.એમ.ઓ. ડો. પી.આર સક્સેના, આરસી.એચ.ઓ. ડો. નૂપુર પ્રસાદ, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, તેમજ અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh