Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના વાગુદળ પાસે બે બાઈક ટકરાઈ પડતાં એક બાઈકચાલકનું મૃત્યુઃ
જામનગર તા. ૧૯: જામનગરના દિગ્જામ સર્કલથી આગળ દસેક દિવસ પહેલાં રાત્રિના સમયે એક મોટર આડે કૂતરૃં ઉતરતા મોટર પલ્ટી મારી ગઈ હતી. તેમાં રહેલા ત્રણ યુવાનો ઘવાયા હતા. જેમાંથી કેરાલાના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે ધ્રોલ પાસે વાગુદળ નજીક બે બાઈક ટકરાઈ પડતા ધ્રોલના બાઈક ચાલકનું મૃત્યુ થયું છે. પાંચ દિવસ પહેલાં જાંબુડા પાટિયા પાસે બાઈકને પાછળથી આવતા ટ્રકે હડફેટે લેતાં ખીમરાણા ગામના બાઈક ચાલકને ઈજા થઈ છે.
જામનગરના દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જતાં માર્ગ પર ગઈ તા.૫ની રાત્રે દોઢેક વાગ્યે કેએલ-૬-૩૬૬૫ નંબરની બલેનો મોટર જતી હતી ત્યારે અચાનક જ મોટર આડે કૂતરૃં ઉતરતા મોટર ચાલક મિથુને મોટર પરનો કાબુ ગૂમાવ્યો હતો.
રોડ ઉતરી આ મોટર ગોથું મારી ગઈ હતી. તે અકસ્માતમાં મોટરચાલક મિથુનને ગંભીર ઈજા થઈ હતી, સાથે રહેલા વિષ્ણુને પણ ઈજા પહોંચી હતી. તેમજ મૂળ કેરાલાના કાસરગોડ જિલ્લાના પેરોલ ગામના ઉન્ની દામોદરન નામના યુવાનને કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ઉન્નીનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પિતા દામોદરન ચંદનભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક મિથુન સામે ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ શહેરની આંબેડકર સોસાયટીમાં રહેતા અનિકેત ગોવિંદભાઈ વાઘેલા નામના યુવાન ગઈકાલે સાંજે પોતાના શેઠનું જીજે-૧૦-સીએફ ૬૯૨૩ નંબરનું બાઈક લઈને ધ્રોલથી કામસર વાગુદળ ગામ જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે વાગુદળ ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી જીજે-૧-પીએ ૬૧૯ નંબરનું બીજુ બાઈક પુરઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. રોડ પર પછડાયેલા અનિકેતને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ થયું છે. તેના પિતા ગોવિંદભાઈ દેશાભાઈ વાઘેલાએ ૬૧૯ નંબરના બાઈકના ચાલક સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના કાનજીભાઈ રવજીભાઈ ધારવીયા ગયા ગુરૂવારે સાંજે જાંબુડા ગામથી પોતાના ગામ તરફ જવા માટે જીજે-૧૦-બીડી ૮૧૯ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે વિશ્રામ હોટલ પાસે આરજે-૧૪-જીડી ૮૭૬૯ નંબરના ટ્રકે પાછળથી ઠોકર મારી દેતાં કાનજીભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial