Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાઉદી અરેબિયામાં તાપમાન પર ડીગ્રીને આંબી જતા ભીષણ ગરમી બની જીવલેણઃ હાહાકાર
રિવાધ તા. ૧૯: સાઉદ્દી અરેબિયામાં સૂર્યપ્રકોપના કારણે સંખ્યાબંધ મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે. તાપમાન બાવન ડીગ્રીને આંબી જતા પ૭૭ હાજીઓએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો પછી અરેરાટી વ્યાપી છે, અને અસરગ્રસ્તોના દેશોમાં હાહાકાર મચી ગયો છે.
સાઉદ્દી અરેબિયામાં કાળઝાળ ગરમીના કારણે હજ દરમિયાન ઓછામાં ઓછા પ૭૭ યાત્રીઓના મોત થયા છે, જેથી હાહાકાર મચી ગયો છે. સોથી વધુ મૃત્યુ ઈજિપ્તના છે. બે આરબ રાજદ્વારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઈજિપ્તના ૩ર૩ હજ યાત્રીઓ મૃત્યુ પામ્યા છે. જેમાંથી મોટાભાગના ગરમી સંબંધિત બીમારીઓને કારણે છે. ઈજિપ્તના ૩રઘ હજ યાત્રીઓમાંથી એક સિવાયના તમામ લોકો ગરમીને કારણે મૃત્યુ પામ્યા છે. એમ એક રાજદ્વારીએ જણાવ્યું હતું. ભીડ દરમિયાન એક હજ યાત્રી ઘાયલ થયો હતો. રાજદ્વારીએ કહ્યું કે આ ડેટા મક્કા નજીક અલ-મુઈસામ સ્થિત હોસ્પિટલના માધ્યમથી આવ્યો છે. ઓછામાં ઓછા ૬૦ જોર્ડનિયનો મૃત્યુ પામ્યા હતાં. આ સંખ્યા મંગળવારે અમ્માનથી જાહેર કરાયેલા સત્તાવાર આંકડા કરતા વધારે છે, જેમાં ૪૧ લોકોના મોત થયા હતાં. નવા મૃત્યુ ઘણાં દેશો દ્વારા અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પ૭૭ પર લાવે છે.
રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે મક્કાના સૌથી મોટા મોર્ગમાંના એક અલ-મુઆસમમાં કુલ પપ૦ મૃતદેહો હતાં. એ પહેલા ગઈકાલે ઈજિપ્તના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કૈરો હજ દરમિયાન ગુમ થયેલા ઈજિપ્તના નાગરિકોને શોધવા માટે સાઉદ્દી અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.
સાઉદ્દી સત્તાવાળાઓએ ગરમીના તાપથી પીડિત ર,૦૦૦ થી વધુ યાત્રાળુઓની સારવાર કરવાની જાણ કરી હતી, પરંતુ રવિવારથી આ આંકડો અપડેટ કરવામાં આવ્યો નથી.
ગયા વર્ષે વિવિધ શોએ ઓછામાં ઓછા ર૪૦ યાત્રાળુઓના મૃત્યુની જાણ કરી હતી. જેમાંથી મોટાભાગના ઈન્ડોનેશિયન હતાં. આ વખતે અત્યાર સુધીમાં ઈન્ડોનેશિયાના ૧૩૬ હજ યાત્રીઓના મોત થયા છે.
સાઉદ્દી રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ જણાવ્યું કે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં સોમવારે તાપમાન પ૧.૮ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું. ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદ્દી અધ્યયન મુજબ હજ યાત્રા પર હવમાન પરિવર્તનની અસર વધુને વધુ થઈ રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હજ યાત્રીઓ જ્યાં ધાર્મિક વિધિ કરે છે તે વિસ્તારનું તાપમાન દર દાયકામાં ૦.૪ ડીગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે.
ઈસ્લામિક માન્યતાઓ અનુસાર હજ ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. તમામ મુસ્લિમોની ઈચ્છા છે કે તેઓ ઓછામાં ઓછા એક વખત હજ માટે મક્કાની મુલાકાત લે. ગયા મહિને પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ હવામાન પરિવર્તનના કારણે હજ યાત્રા પર પણ અસર પડી રહી છે. મુસ્લિમોના આ પવિત્ર શહેરમાં તાપમાન દર ૧૦ વર્ષે ૦.૪ સેલ્સિયસ વધી રહ્યું છે. સાઉદ્દી રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં સોમવારે તાપમાન પ૧.૮ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. સાઉદ્દી અધિકારીઓએ કહ્યું છે કે તેઓએ હીટસ્ટ્રોકથી પીડિત ર,૦૦૦ થી વધુ યાત્રાળુઓની સારવાર કરી છે.
આ દિવસોમાં યાત્રાળુઓ ઘણીવાર મક્કાની બહાર મીનામાં તેમના માથા પર પાણીની બોટલ રેડતા જોવા મળે છે. યાત્રાળુઓની સેવા કરતા સ્વયંસેવકો તેમને ઠંડુ રાખવા માટે ઠંડા પીણા અને ઝડપથી ઓગળતી ચોકલેટ આઈસ્ક્રીમ પીરસે છે. સાઉદ્દી સત્તાવાળાઓએ યાત્રાળુઓને છત્રીનો ઉપયોગ કરવા, પુષ્કળ પાણી પીવા અને દિવસના સૌથી ગરમ કલાકોમાં સૂર્યના સંપર્કમાં આવવાથી બચવાની સલાહ આપી છે. સાઉદ્દી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે લગભગ ૧.૮ મિલિયન હજયાત્રીઓએ હજમાં ભાગ લીધો હતો. તેમાંથી ૧૬ લાખ અન્ય દેશોમાંથી આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial