Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરની બેઠકમાં અપાયો આખરી ઓપઃ
ગાંધીનગર તા. ૧૯: આગામી તા. ર૧ જૂને બનાસકાંઠાના સરહદી અને ભારત-પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલ નડાબેટમાં રાજ્યકક્ષાનો યોગદિવસ ઉજવાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો જોડાશે. રાજ્યના ૩૧ર મુખ્ય સ્થળ પર થનાર આ ઉજવણીમાં સવા કરોડ લોકો જોડાય, તેવો અંદાજ લગાવાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ર૧ મી જૂને યોજાનાર ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટમાં યોજાવાનો છે.
રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ-બીએસએફના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ર૦૧૪ માં યુનાઈટેડ નેશન્સ દ્વારા ર૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવ્સ જાહેર કરવામાં આવ્યો છે અને ર૦૧પ થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે ર૧ મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.
તદ્અનુસાર ર૦ર૪ નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'સ્વયં અને સમાજ માટે યોગ' વિષયવસ્તુ સાથે યોજવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી તથા મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતાં.
મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રમતગમત અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે, ર૧ જૂને સવારે ૭ થી ૭-૪પ સુધી એટલે કે ૪પ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે.
મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં ૮ મહાનગર પાલિકા, ૩ર જિલ્લા તથા રપ૧ તાલુકા, ર૦ નગર પાલિકા એમ કુલ ૩૧ર મુખ્ય સ્થળે આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ર૦ર૪ ની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રેરિત કરવા માટે માર્ચ-ર૦ર૪ થી ૧૦૦ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યક્રમની છણાવટ કરતા કહ્યું કે, કાઉન્ટ ડાઉન કાર્યક્રમો અન્વયે યોગોત્સવ-ર૦ર૪ થીમ સાથે ૧૦૦ થી વધુ કાર્યક્રમો યોજીને કોમન યોગ પ્રોટોકોલ શિબિરોનું આયોજન થયું હતું. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો છે એમ તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહીં, બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને ર૦૦ થી વધુ સ્થળોએ યોગ-સંસ્કાર શિબિરનો રર હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉના વર્ષોમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડસની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial