Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેટ/ટાટ પાસ ઉમેદવારોની રજુઆત સાંભળવાના બદલે ઢસડીને વાનમાં પૂરી દેવાયાઃ
જામનગર તા. ૧૯: ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ શિક્ષક સંગઠનો, આચાર્ય સંગઠનો, શાળા સંચાલક મંડળો જેવા સંગઠનો કાર્યરત છે. આ સંગઠનો દ્વારા છાસવારે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, શિક્ષણ જગતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજાય છે. આ બેઠકોમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી અસંખ્ય જગ્યાઓ ભરવા, સહિતના પ્રશ્નોની રજુઆતો થતી રહે છે, સરકાર ખાત્રી આપ્યે રાખે છે અને ચા-પાણી-નાસ્તો કરી બેઠકો સમેટાય જાય છે.
રાજ્ય સરકારે જૂન મહિનામાં કાયમી શિક્ષકોની ભરતી કરવા વચન આપ્યું હતું ત્યારપછી સરકાર દ્વારા ભરતી અંગે કોઈ કરતા કોઈ કાર્યવાહી નહીં થવાથી ટેટ એ ટાટ પાસ ઉમેદવારોમાં ભારે નિરાશા સાથે સરકારની નીતિ રીતિ સામે રોષની લાગણી ફેલાઈ હતી. આ સંજોગોમાં આ શિક્ષિત બેરોજગારોએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સરકાર સામે ભરતી કરવાની માંગણી સાથે આંદોલન ચાલુ કર્યું કે સરકારે આ પ્રદર્શનકારીઓ ઉપર પોલીસ દમન કરતા સમગ્ર રાજ્યમાં મૃદુ અને મક્કમ કહેવાતી ભાજપ સરકારની નીતિ-રીતિ સામે આક્રોશ વ્યકત થઈ રહ્યો છે.
આ આંદોલનકર્તાઓને સભાગ્રહ છાવણી સુધી જતાં રોકવામાં આવ્યા. એટલું જ નહીં પોલીસ કાફલાએ દોડાવી-દોડાવીને ફટકાર્યા... મહિલા પ્રદર્શનકર્તાઓ સહિતના લોકોને ટીંગાટોળી કરી, ઢસડીને વાનમાં પૂરી દીધા...
આ પ્રકારના સરકારના દમનકારી પગલા લેવાયા છતાં રાજ્યના શિક્ષણ ક્ષેત્રના 'મોટાભા' ગણાતા સંગઠનોના અને સરકાર તરફ શંકાસ્પદ રીતે કુણું વલણ દાખવનારા હોદ્દેદારોનું મૌન પણ ભારે ટીકાપાત્ર બની રહ્યું છે. આ સંગઠનોએ એટલું સમજી લેવાની જરૂર છે કે આ ઉમેદવારો જ ભાવિ શિક્ષકો છે? જે તમારા સંગઠનનો હિસ્સો બનવાના છે!
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે સરકારી શાળાઓમાં શિક્ષકની ભરતીમાં પણ જાણી જોઈને વિલંબ થઈ રહ્યો હોય તેમ જણાય છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની આઠ હજારથી વધુ જગ્યા ખાલી છે, જેમાં ર૭૦૦ થી વધુ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત થઈ હતી, પણ શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. પ૦૦૦ થી વધુ વિદ્યાસહાયકોની ભરતી અંતર્ગત ર૭પ૦ જગ્યા મંજુર થઈ, પણ ભરતી થઈ નથી!
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે જે સંગઠનો કાર્યરત છે તેના હોદ્દેદારોએ સંકલન કરી શિક્ષકોની ભરતી, શાળામાં પૂરતા ઓરડા, અન્ય પર્યાપ્ત સુવિધાઓ માટે અસરકારક રજુઆત કરવાની અને તેનો તાકિદે ઉકેલ લાવવાની દિશામાં કામ કરવાની જરૂર છે અને તેમાંય રાજ્યમાં સંલગ્ન પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનારા શિક્ષિત બેરોજગારોને કાયમી શિક્ષક તરીકેની નોકરી મળે તે પ્રશ્નને પ્રાથમિકતા આપવાની જરૂર છે. કારણ કે આ શિક્ષિત બેરોજગારો હાલ બીનસંગઠીત જેવી સ્થિતિમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial