Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગન્નાથજીની અષાઢીબીજની રથયાત્રાની તૈયારી
અમદાવાદ તા. ૧૯: ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભે જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મૂકાયા હતાં. નિજ મંદિરથી સાબરમતી કાંઠા સુધી જળયાત્રા યોજાય છે. જેમાં ૧૦૮ કળશમાં લેવાયેલા જળથી ભગવાનનો જળાભિષેક થાય છે.
અમદાવાદના જગન્નાથ મંદિરે ભકતો આતુરતાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. ૧૪૭મી જળયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જળયાત્રાના કળશ જગન્નાથજીના મંદિરના પ્રાંગણમાં મૂકાયા.
એક તરફ પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની કોમી એકતાની ઝાંખી દર્શાવવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરમાં મૂકાયેલા કળશ દ્વારા જળયાત્રામાં સાબરમતીથી લવાય છે. જળ નિજ મંદિરથી સાબરમતી કાંઠે સુધી યોજાય છે. જળયાત્રા ૧૦૮ કળશમાં લવાયેલા જળથી ભગવાનનો અભિષેક થાય છે.
સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય છે જેનું એક આગવું મહત્ત્વ રહેલું છે. ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા રર જૂનને શનિવારના જળયાત્રા યોજાનાર છે. જેમાં જગન્નાથના નિજ મંદિરેથી જળયાત્રા સ્વરૂપે નીકળશે અને સાબરમતી નદીમાં પહોંચશે. જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે.
ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન ગણેશના સ્વરૂપમાં શ્રી જગન્નાથજીના ગજવેશ શણગાર કરાશે અને આ ગજવેશ શણગારના દર્શન ભકતોને થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial