Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી તથા કલેક્ટર દ્વારા સૂચનો કરાયા

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકઃ

જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટર બી.કે. પંડ્યાએ લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ધારાસભ્યોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, પીજીવીસીએલની કામગીરી, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, આંગણવાડી વિભાગને લગત રજૂઆતો સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી.

જિલ્લા કલેક્ટરે જામનગરના વિકાસને ધ્યાને રાખીને કાગીરી વધુ સારી રીતે થઈ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, નાયબ વન સંરક્ષક આર. કનપાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, સંલગ્ન પદાધિકારીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ તથા વિવિધ વિભાગન અધિકારીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh