Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુગારમાં એક અગ્રણીને બચાવી લેવાયા?
જામજોધપુર તા. ૧૯: જામજોધપુરના મોટાભાગના વિસ્તારોમાં દેશી દારૂની સાથે હાલમાં વર્લીના બેટીંગ લેવાની પ્રવૃત્તિ પુરજોશમાં ચાલી રહી છે. પોલીસતંત્રના ભેદી મૌન વચ્ચે લોકો તમાશો નિહાળી રહ્યા છે. તાજેતરમાં જુગારની એક રેઈડમાં ચર્ચાસ્પદ અગ્રણીનું નામ પણ સિફ્તથી કાઢી લેવાયાનું જાણવા મળી રહ્યું છે. આ મુદ્દે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે.
જામજોધપુર શહેરમાં હાલમાં વર્લીનો જુગાર ખૂલ્લેઆમ ચાલી રહ્યો છે. દેશી દારૂના વેચાણની સાથે આ પ્રવૃત્તિ પણ ફૂલીફાલી છે ત્યારે પોલીસતંત્રનું ભેદી મૌન ચર્ચાના ચાકડે ચડ્યું છે.
જામજોધપુરના ખરાવાડ, લીમડા ચોક, સ્ટેશન રોડ, ગૌશાળા, જકાતનાકા સહિતના વિસ્તારોમાં ખૂલ્લેઆમ વર્લીના આંકડા લેવાતા હોવા છતાં પોલીસતંત્ર ચૂપચાપ તમાશો જોઈ રહ્યું છે. વહેલી સવારથી જ મોટર સાયકલ પર દેશી દારૂની ડિલિવરી શરૂ થઈ જાય છે. તેમ છતાં આ પ્રવૃત્તિઓ પોલીસના ધ્યાનમાં આવતી નથી.
વર્લીબાજો મોબાઈલ પર આંકડાની લેતીદેતી કરી કપાતો પણ કરાવે છે. ત્યારે વધુને વધુ લોકો વર્લીના જુગારના રવાડે ચઢી જઈ બરબાદ ન થાય તે માટે પોલીસતંત્રએ પગલાં ભરવા જોઈએ.
તે ઉપરાંત તાજેતરમાં ગીંગણી ગામમાં પાડવામાં આવેલી જુગારની એક રેઈડમાં ચર્ચાસ્પદ અગ્રણી હડફેટે ચડી ગયા હતા. તેમ છતાં તેઓનું નામ ભેદી રીતે એફઆરઆઈમાંથી ગુમ થઈ ગયું છે. આ પ્રકરણની પણ જો જિલ્લા પોલીસવડા તપાસ કરાવે તો કેટલીક વિગતો પ્રકાશમાં આવી શકે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial