Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલભાઈ નથવાણીએ વ્યક્ત કરી શોકની લાગણીઃ
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયાના જુની પેઢીના જાણીતા અને સેવાભાવી તબીબ ડો. નવનીતભાઈ ડી. ચોક્સીનું આજે ૯૪ વર્ષની વયે અવસાન થતા ખંભાળિયા શહેર તથા તબીબી જગતમાં ભારે શોકની લાગણી છવાઈ છે.
ડો. ચોક્સી ખંભાળિયા શહેરમાં પ્રથમ એમ.બી.બી.એસ. ડોક્ટર હતાં કે જ્યારે એમ.બી.બી.એસ.નો જમાનો હતો અને તેમનું ક્લિનિક સૌથી જુનું ગણાય છે. ૧૯૬૩ થી ખંભાળિયા શહેરમાં તેમણે પ્રેક્ટીસ શરૂ કરી હતી તથા સેવાભાવી તબીબ મંડળની પ્રવૃત્તિઓ કરી હતી તથા ખંભાળિયાની પ્રજાબંધુ લાયબ્રેરીના રપ વર્ષથી પ્રમુખ અને ટ્રસ્ટી હતા તથા ખંભાળિયાની સેવાભાવી સંસ્થા જલારામ મંદિરના સ્થાપક સભ્ય પણ તેઓ હતાં.
અત્યંત મીલનસાર, સેવાભાવી તથા કોઈપણ સમયે દર્દીને મદદરૂપ થનાર ડો. નવનીતરાય ચોક્સીના પુત્ર પંકજભાઈ તથા પુત્રી વિશાખાબેન પણ તબીબ છે.
ડો. એન.ડી. ચોક્સીના અવસાનથી ખંભાળિયામાં ભારે શોકની લાગણી છવાઈ હતી તથા સાંજે સદ્ગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં તબીબો તથા આગેવાનો જોડાયા હતાં.
ડોક્ટર નવીનતભાઈ ચોક્સીનું નિધન થતાં ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
ડોક્ટર એન.ડી. ચોક્સીના નિધનથી ખંભાળિયાના તબીબી આલમ સાથે તેમની સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને પણ કદી પૂરી ન શકાય તેવી ખોટ પડી હોવાનો પ્રતિભાવ વ્યક્ત કરી, શ્રી પરિમલભાઈ નથવાણીએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
ડો. ચોક્સી સાથે પારિવારિક નાતો ધરાવતા પરિમલભાઈ નથવાણીએ થોડા દિવસો પૂર્વે ડો. ચોક્સીની નાદુરસ્ત તબિયત હોવાથી તેમની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial