Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસને ઝટકોઃ ભાજપના મોટા નેતાઓ હાજરઃ
ચંદીગઢ તા. ૧૯: હરિયાણામાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય અને પૂર્વ મહિલા સાંસદે કોંગ્રેસ છોડ્યા પછી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો છે.
હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્ય કિરણ ચૌધરી અને તેમની પુત્રી પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી આજે દિલ્હીમાં ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન હરિયાણાના સીએમ નાયબ સૈની, પૂર્વ સીએમ મનોહર લાલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતાં.
મહત્ત્વનું છે કે કિરણ અને શ્રુતિ ચૌધરીએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. કિરણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા રાજીનામામાં લખ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસને અંગત જાગીર તરીકે ચલાવવામાં આવે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આમાં મારા જેવા પ્રામાણિક અવાજો માટે કોઈ જગ્યા નથી. મારા જેવા લોકોને ખૂબ જ આયોજનબદ્ધ રીતે દબાવવામાં આવે છે. સમયાંતરે અપમાન કરવામાં આવે છે અને ષડ્યંત્ર રચવામાં આવે છે. લોકોનું પ્રતિનિધિત્વ કરવા અને મૂલ્યોને જાળવી રાખવાના મારા પ્રયાસો અવરોધાઈ રહ્યા છે.
શરૂઆતથી જ મારો ઉદ્દેશ્ય મારા રાજ્ય અને મારા દેશના લોકોની સેવા કરવાનો છે, પરંતુ હવે આવા અવરોધોને કારણે હું કામ કરી શકતી ન હતી. મારા લોકો અને કાર્યકરોની આકાંક્ષાઓને સાકાર કરવા માટે મને આગળ જોવાની ફરજ પડી છે, ત્યારે શ્રુતિ ચૌધરીએ તેમના રાજીનામામાં એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દુર્ભાગ્યે એક વ્યક્તિ પર કેન્દ્રિત થઈ ગઈ છે, જેણે પોતાના સ્વાર્થ માટે પાર્ટીના હિત સાથે સમાધાન કર્યું છે.
બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરી પણ અહીંથી સાંસદ રહી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી કિરણને લઈને રાજકીય વર્તુળોમાં અફવાઓ અને અટકળોએ જોર પકડ્યું હતું, પરંતુ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કિરણ તેની પુત્રી શ્રુતિના રાજકીય ભવિષ્યને પણ પોતાની સાથે લઈ જઈ રહી છે. આવી સ્થિતિમાં કિરણ ચૌધરીનો નિર્ણય તેમની પુત્રી શ્રુતિનું રાજકીય ભવિષ્ય પણ નક્કી કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial