Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકઃ અધિકારીઓને માર્ગદર્શન

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને

ખંભાળીયા તા. ૧૯: પ્રવાસન, સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટરની કચેરીમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.

કેબિનેટ મંત્રીએ બેઠકમાં સિંચાઈ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

મંત્રીએ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત મંત્રીએ અરજદારોના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી.

સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh