Advertisement
Author: નોબત સમાચાર

રણમલ તળાવમાં બુરાણ નહીં પણ ખોદાણ થતા એક કરોડ લીટરનો વધશે જળસંગ્રહઃ મ્યુનિ. કમિશનર

જામનગરમાં ૩૦ કરોડના ખર્ચે પાર્ટ-ર વિકાસ પ્રોજેક્ટ હેઠળ યોગા, સાયક્લીંગ, જોગીંગ, હર્બલ ગાર્ડની સુવિધા વધશે

જામનગર તા. ૧૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવ પાર્ટ-ર ના વિકાસ પ્રોજેક્ટ માટે કામ ચાલી રહ્યું છે. આશરે ૩૦ કરોડના આ પ્રોજેક્ટમાં પાણીની સંગ્રહશક્તિ વધારવા માટે ખોદકામ કરવામાં આવશે જેનાથી એક કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિનો વધારો થશે તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

જામનગરના રણમલ તળાવ પાર્ટ-ર માં ચાલતા કામ અંગે વિપક્ષ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તળાવમાં બુરાણ કરવામાં આવ્યું છે જે અંગે આજે મ્યુનિ. કમિશનર દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને કેટલાક ખુલાસા કરવામાં આવ્યા હતાં. તેમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે એક ધનફૂટ માટી કાઢવાથી એક હજાર લીટર પાણીનો સંગ્રહ થાય છે.

આ પ્રોજેક્ટમાં આશરે ૧૪,૯પ૦ ક્યબીક મીટર જેટલું ખોદાણ કરવામાં આવશે જેમાંથી એક કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિનો વધારો થશે. રણમલ તળાવ પાર્ટ-ર માં ઊભી કરવામાં આવનાર સુવિધા અંગે તેમણે જણાવ્યું હતું કે, અહિં બર્ડ વોચ ટાવર, ગ્રીન બેલ્ટ એરિયા, બટર ફ્લાય ગાર્ડન, હર્બલ ગાર્ડન, ઓટોમેટિક ગાર્ડન, લોન-મઢુલી ઉપરાંત ખુલ્લી જગ્યામાં યોગા-મેડીટેશન, વૃક્ષોની હરિયાળી, બર્ડ માટે આઈલેન્ડ, સાયકલ ટ્રેક, જોગીંગ અને રનિંગ ટ્રેક, ફૂડ ઝોન વગેરેની સુવિધા લોકો માટે-પ્રવાસીઓ, મુલાકાતીઓ માટે ઊભી કરવામાં આવશે.

સહેલાણીઓ આખો દિવસ દરમિયાન પણ બેસીને તળાવનો નજારો માણી શકે તે પ્રકારના વૃક્ષોના વાવેતરથી સુવિધા ઊભી કરાશે. આઈલેન્ડમાં પણ વૃક્ષનું વાવેતર થશે. જેથી પક્ષીઓ વિસામો લઈ શકે. તળાવ ફરતે ગ્રીન બેલ્ટ બનાવાશે. તેમજ બેઠકવાળા સ્થળે સુગંધીત વૃક્ષોવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

સાયકલ ટ્રેકની સુવિધા સાથે તળાવના તમામ ચાર એન્ટ્રી ગેઈટ પાસે સાયકલ સ્ટેન્ડ હશે ત્યાંથી લોકો ભાડે સાયકલ મેળવી સાયકલીંગ કરી શકશે. દરેક ગેઈટ ઉપર રપ-રપ સાયકલોની સુવિધા આપવામાં આવશે. જુની આર.ટી.ઓ. કચેરીથી મીગ કોલોની સુધી વધારાના રોડની સુવીધા મળશે. ઉપરાંત બહારના રોડની પહોળાઈ પણ વધારવામાં આવનાર છે. જેથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થઈ શકશે.

સમગ્ર તળાવની પેરીફેરીની માત્ર ત્રણ ટકા જમીનનો જ ઉપયોગ થશે બાકીના ભાગમાં તળાવનું પાણી હશે. આશરે ૩૦ કરોડના ખર્ચે તળાવનો વિકાસ થઈ રહ્યો છે. જેનું કામ ર૪ માસમાં પૂર્ણ કરવામાં આવનાર છે.

આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, સિટી ઈજનેર ભાવેશ જાની તથા કન્સલટન્ટ સહજ ક્રિએશનવાળા સ્મીતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh