Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોણા બે લાખની ચોરીનો આક્ષેપઃ
જામનગર તા. ૧૯: જામનગરના દરેડના મસીતિયા રોડ પર રહેતા એક મહિલા સામે રૂપિયા પોણા બે લાખની વીજચોરીનો આક્ષેપ મૂકી વીજ કંપનીએ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આ મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના દરેડમાં મસીતીયા રોડ પર રહેતા નુરબાઈ નુરમામદ ખફી નામના મહિલાએ લંગર નાખી ગેરકાયદેસર રીતે વીજળી મેળવી તેનો ઉપયોગ કર્યાનો આક્ષેપ મૂકી આ મહિલા સામે ફોજદારી ફરિયાદ કરાઈ હતી અને રૂપિયા પોણા લાખ ઉપરાંતની વીજચોરી કર્યાનો આક્ષેપ કરાયો હતો.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા બચાવપક્ષે ફરિયાદી તેમજ ચેકીંગ ટૂકડી વગેરેની જુબાની લેવડાવી હતી અને પુરાવાઓ તપાસ્યા હતા. આ મહિલાએ વીજચોરી કરી હોવાનું સાબિત ન થઈ શકતા અદાલતે તેણીનો છૂટકારો ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial