Advertisement
Author: નોબત સમાચાર

નશાની હાલતમાં રહેલા શખ્સે ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

ટ્રાફિક જમાદારે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૧૯: જામનગરની જી.જી. હોસ્પિટલ પાસે ગઈકાલે સાંજે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રહેલા પોલીસ કર્મચારીઓએ નશાની હાલતમાં જઈ રહેલા એક શખ્સને રોકતા તેણે પોલીસ સાથે જીભાજોડી કરી ફરજમાં રૂકાવટ કરતા તેની સામે ટ્રાફિક જમાદારે ફરિયાદ નોંધાવી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના એમ.પી. શાહ મેડિકલ કોલેજવાળા ગેઈટ પાસે ગઈકાલે સાંજે ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા વાહન વ્યવહારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હતી ત્યારે ત્યાંંથી નશાની હાલતમાં નીકળેલા અંધાશ્રમ નજીક રાજીવનગર કોલોનીમાં રહેતા સુરેશ દેવજીભાઈ વાઘેલા નામના શખ્સને ટ્રાફિક પોલીસે રોકી લીધો હતો.

આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરાતા ઉશ્કેરાયેલા સુરેશે ટ્રાફિક શાખાના જમાદાર મનોહરસિંહ ઝાલા તથા ટ્રાફિકબ્રિગેડના જવાનો અને અન્ય પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કર્યા પછી તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી. દોડી આવેલા પીએસઆઈ આર.એલ. કંડોરીયાની સૂચનાથી ટ્રાફિકના જમાદાર મનોહરસિંહે ખુદ ફરિયાદી બની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુરેશ દેવજીભાઈ વાઘેલા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh