Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ સલાયાના રઘુવંશી પરિવારના સ્વ. વૃજલાલ ગોપાલદાસ દાવડા પરિવાર જેના પુત્ર વિમલભાઈ જે હાલ હોંગકોંગ રહે છે અને મોટા વ્યવસાય સાથે જોડાયેલ છે. આ દાવડા પરિવાર સલાયામાં વર્ષો સુધી રહ્યા અને ખૂબ સારૂ એવું નામ કમાયા પછી તેમના પુત્ર વિમલભાઈ ધંધાના વિકાસ અર્થે હોંગકોંગ ગયા હતાં. ત્યાં પણ ખૂબ સારૂ એવું વ્યવસાયિક પ્રતિષ્ઠાન સ્થાપ્યું છે. આટલી પ્રગતિ થવા છતાં હંમેશાંને માટે પોતાના મૂળ વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામને હંમેશાં તન-મન અને ધનથી સહાય કરી છે. એ પછી રઘુવંશી સમાજની વાડી કે જલારામ મંદિર કે બેઠકજી તમામ જગ્યાએ સહકાર આપ્યો છે. હાલ સ્વ. વૃજલાલભાઈની સાતમી માસિક પુણ્યતિથિ નિમિત્તે સફાઈ કામદારોને જમાડી અને ત્યાં આવેલ શંકર મંદિરમાં તાંબાનો નાગ, પોઠિયો (નંદી) વગેરે શિવ મંદિરમાં જરૂરી પૂજાની વસ્તુઓ પધરાવી હતી. આમ આ દાવડા પરિવાર જે સલાયામાં પટેલ તરીકે પણ ઓળખાય છે એમને એમની વતન પ્રત્યેની લાગણી દર્શાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial