Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ સંતાનોએ માતા તથા પિતાની ગૂમાવી છત્રછાયાઃ
જામનગર તા. ૧૯: કલ્યાણપુરના ભોગાત ગામમાં સોમવારની રાત્રે એક દંપતી વચ્ચે થયેલા વિખવાદ પછી પતિએ પત્નીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધાની અને પછી પતિએ પણ રસોડામાં જઈ ગળાટૂંપો ખાઈ લીધાની વિગતો પ્રકાશમાં આવી છે. ઘરકંકાસના કારણે આ દંપતીના ત્રણ સંતાનોએ એકસાથે જ માતા તથા પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં રહેતા જશુબેન શૈલેષભાઈ ઘઘડા નામના મહિલા ગઈકાલે સવારે પોતાના ઘરમાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે તેમના પતિ શૈલેષભાઈ નાથાભાઈ ઘઘડા (ઉ.વ.૪૦) મકાનમાં રસોડાના ઓરડામાં પંખા પર ચુંદડી વડે ગળાટૂંપો ખાધેલા જોવા મળ્યા હતા.
ઉપરોક્ત દૃશ્ય નિહાળી હેમતભાઈ નાથાભાઈ ઘઘડાએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી કલ્યાણપુર પોલીસે બંને મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા હતા. શરૂ થયેલી પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ શૈલેષભાઈ અને તેમના પત્ની જશુબેન વચ્ચે થોડા સમયથી ઘરકંકાસ થતો હતો. આ દંપતી ત્રણ બાળકો ધરાવે છે તેમ છતાં બંને વચ્ચે વિખવાદ થતો રહેતો હતો. તે દરમિયાન સોમવારની રાત્રે બંને વચ્ચે કોઈ બાબતે ફરીથી ઝઘડો થયા પછી ઉશ્કેરાયેલા શૈલેષે કોઈ પદાર્થ વડે પત્ની જશુબેનને માથામાં ફટકો મારતા આ મહિલા મોતને શરણ થયા હતા.
ત્યારપછી ગુસ્સો ઉતરતા શૈલેષભાઈએ પણ પોતાના જ ઘરમાં રસોડામાં જઈ પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. પોલીસે મૃતકના મોટાભાઈ હેમતભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે અને શૈલેષભાઈ સામે આઈપીસી ૩૦૨ અને નવા કાયદા મુજબ ૧૦૩ (૧) હેઠળ ગુન્હાની નોંધ કરી છે. ઘરકંકાસના કારણે ઉપરોક્ત સોની પરિવાર વેર વિખેર થઈ ગયો છે. આ દંપતીના ત્રણ સંતાને એકસાથે માતા તથા પિતા બંનેની છત્રછાયા ગૂમાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial