Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સગીરને પોલીસે કથિત રીતે માર માર્યાની ચર્ચાથી ચકચાર

સગીરના માતાએ હોસ્પિટલમાં નોંધાવી એમએલસીઃ

જામનગર તા. ૧૯: જામનગરના એક તરૂણને હત્યા પ્રયાસના એક ગુન્હામાં સંભવિત રીતે પૂછપરછ માટે ગઈકાલે પોલીસ સ્ટેશન બોલાવ્યા પછી કથિત રીતે તે તરૂણને મારકૂટ કરાતા તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના માતાએ પોતાના પુત્રને પોલીસે પૂછપરછ માટે બોલાવી માર માર્યાની એમએલસી કરાવતા ચકચાર જાગી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સાંજે ચૌદેક વર્ષના એક તરૂણને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. કાનમાં ઈજા પામેલા આ તરૂણને ફરજ પરના તબીબોએ સઘન સારવાર આપવાનું શરૂ કર્યું હતું અને કાનમાં ઈજા કેમ થઈ? તેમ પૂછતા આ તરૂણે પોતાની વિતક વર્ણવી હતી.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારના તરૂણને કોઈ બાબતે પૂછપરછ માટે ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ પટા, ઢીકાપાટુથી માર માર્યાનું આ તરૂણે તબીબ સમક્ષ જણાવતા અને પોતે તે બાબતની ફરિયાદ કરવા ઈચ્છતો હોવાનું કહેતા તબીબોએ એમએલસીની વિગતો મેળવી લેવા જી.જી. હોસ્પિટલ પોલીસચોકીને જાણ કરી દીધી હતી.

ઉપરોક્ત વિગતો વહેતી થતાં ચકચાર જાગી છે. આ તરૂણની માતાએ પોતાના પુત્રને પોલીસે પૂછપરછ માટે બોલાવી મારકૂટ કર્યાની કેફિયત એમએલસીમાં જાહેર કરી છે. ઉપરોક્ત બનાવને પગલે ભારે ચકચાર જાગી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh