Advertisement
Author: નોબત સમાચાર

શાળાના બાળકોને લઈ આવતા વાહનોમાં જરૂરી દસ્તાવેજો, વાહન ફિટનેસ, રીફ્લેક્ટર અંગે સૂચનો

દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકઃ

ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદનમાં કલેક્ટર જી.ટી. પંડયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં એક્શન ટેકન રિપોર્ટ અંગે વિવિધ રોડ પર સ્ટ્રીપ મુકવા અંગે જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કેમ્પ અંગે ચર્ચા કરાઈ હતી.

જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ જણાવ્યું કે, શાળાના બાળકોને લઈ આવતા વાહનોમાં દસ્તાવેજો, વાહનોની ફિટનેસ સહિત સલામતીના પગલાં લેવામાં આવ્યા છે કે તેની ચકાસણી કરવી, ઉપરાંત હાઈવે પર બ્લેક સ્પોટની ઓળખ કરી રીફલેક્ટર તથા સાઈન બોર્ડ લગાવવા અંગે સૂચનો કર્યા હતા.

ઉપરાંત ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે ગામડાઓ સહિતના વિસ્તારોમાં આવેલા કોઝ-વે પર પાણી ફરી વળતા હોય ત્યારે અકસ્માત નિવારવા માટે પગલા લેવા અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, પ્રજાપતિ, એઆરટીઓ તલસાણીયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh