Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીડીએસએલ આઈપીએફએ દ્વારા
જામનગર તા. ૧૯: સીડીએસએલ ઈન્વેસ્ટર પ્રોટેકશન ફંડ દ્વારા રાજકોટ, જામનગર અને મોરબીમાં વિવિધ સંસ્થાઓમાં મહિલા રિટેઈલ રોકાણકારો માટે રોકાણ અંગે જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ નાણાકીય સાક્ષરતામાં સુધારો કરવા અને મહિલાઓને માહિતીસભર રોકાણના યોગ્ય નિર્ણયો કરવા સશકત કરવા ઉપર કેન્દ્રિત હતો, જે તેમને આર્થિક સ્વતંત્રતા તરફ દોરી જશે. આ સત્રમાં રોકાણના મુખ્ય સિદ્ધાંતો ઉપરાંત વકતાઓએ રોકાણના ખ્યાલને સરળ બનાવીને પ્રસ્તુત કર્યા હતાં. આ પહેલથી વ્યાપક સહભાગીઓને આવરી લેવા પ્રોગ્રામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં યોજાયો હતો.
મૂડી બજારમાં નાણાકીય સમાવેશીકરણ હાંસલ કરવામાં રોકાણકારોનું શિક્ષણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે તથા સીડીએસએલ આઈપીએફનો ઉદ્દેશ્ય આત્મવિશ્વાસ સાથે મૂડી બજારોની જટિલતામાંથી આગળ વધવા માટે રોકાણકારોને જ્ઞાન અને કુશળતા પ્રદાન કરવાનો અને આત્મનિર્ભર નિવેશક બનાવવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial