Advertisement
Author: નોબત સમાચાર

આમરામાં ખેતર પાસેનો રસ્તો બંધ કરાતા મામલતદાર સમક્ષ થયો દાવો

ચાર મહિનામાં મામલતદારે દાવો રાખ્યો મંજૂરઃ

જામનગર તા. ૧૯: જામનગરના આમરા ગામમાં આવેલા એક ખેતરમાં આવવા જવાનો બાજુના ખેતર પાસેનો રસ્તો ખોદી નાખવામાં આવતા મામલતદાર કોર્ટમાં દાવો કરાયો હતો. માત્ર ચાર મહિનામાં ચાલી રહેલા તે દાવામાં મામલતદારે વાદી દ્વારા મંગાયેલી તમામ દાદ મંજૂર રાખી છે.

જામનગર તાલુકાના આમરા ગામમાં હેમતસિંહ રણુભા જાડેજાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન આવેલી છે. તે જમીનમાં આવવા જવાનો પરંપરાગત રસ્તો બાજુમાં આવેલા ખેતરના શેઢા પાસેથી નીકળે છે. તે રસ્તો ખોદી નાખવામાં આવતા હેમતસિંહે મામલતદાર કોર્ટમાં ધા નાખી કાયમી મનાઈહુકમ મેળવવા દાવો નોંધાવ્યો હતો.

તે દાવો ચાલવા પર આવતા સ્થળ પર પંચરોજકામ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટ પછી મામલતદારે વાદીએ માંગેલી તમામ દાદ મંજૂર રાખી છે. વાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, એમ.એમ. ગોહિલ, આર.એન. ગઢવી તથા મયુર મારકણા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh