Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિ-મોન્સુન કામગીરી કરનારાઓને આ કેનાલની ગંદકી-કચરો દેખાયા જ નથી!
લાખોટા તળાવમાં પાણી ઠલવતી કેનાલમાં લાલપુર બાયપાસ નજીક જીઆઈડીસી દ્વારા કેમિકલ વાળુ પાણી છોડવામાં આવતા કેનાલ અડધી કાંઠે ભરાઈ ને જાય છે, જાણે કે ઉપર વરસાદ બહુ વધારે પડ્યો હોય તે રીતે લાલપુર બાયપાસથી દરેડ જાતા માર્ગ પર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી કોઈપણ ઢોર પીશે તો મરી જશે. થોડોક વરસાદ આવતા લાખોટા તળાવ અંદર આ પાણી આવશે ત્યારે પબ્લિકની શું હાલત થશે તે વિચારવાનું રહ્યું? કેટલાક શખ્સો દ્વારા લાલપુર બાયપાસ ગણેશ મંદિર નજીક કેનાલને આડો પાળો કરીને બંધ કરી દેવામાં આવી છે. જો વરસાદ આવશે તો આ કેનાલનું પાણી કઈ બાજુ જશે તે જોવાનું રહ્યું. પ્રદુષણ બોર્ડને આ કેનાલ ધ્યાનમાં નહીં આવતી હોય, લોકોના આરોગ્ય સાથે કોઈ લેવા દેવા નથી તેવું લાગી રહ્યું છે. પ્રિમોન્સુન કામગીરી આ કેનાલમાં જાણે થઈ જ નથી તે રીતની કેનાલ કચરો અને ગંદકીથી ભરી છે.
વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો
https://youtu.be/gFkdKi4MSqc?si=3ZiI6xhw05qbbA0Z
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial