Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ
ખંભાળિયા તા. ૧૯: કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ ખંભાળિયા તાલુકાના સામોર ગામ સ્થિત હંસ્થળ નાની સિંચાઈ યોજનાની રીસ્ટોરેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું, અને જરૂરી સૂચનો કર્યા હતાં.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલ હંસ્થળ નાની સિંચાઈ યોજના રીસ્ટોરેશન કામગીરીની સ્થળ મુલાકાત કરી હતી, અને હંસ્થળ નાની સિંચાઈ યોજનાથી સામોર, કોઠા વીસોત્રી અને હંસ્થળ એમ ત્રણ ગામોમાં પીવાનું પાણી તથા સિંચાઈની વ્યવસ્થા સુદૃઢ બને તે માટે કેબિનેટ મંત્રીએ અધિકારીઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલી હંસ્થળ નાની સિંચાઈ યોજના એ ૧૦૦ વર્ષથી વધુ જુની યોજના છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા અંદાજે ૧૯૯ એમ.સી.એફ.ટી. છે અને કુલ ૧૦ કિ.મી. કેનાલ નેટવર્ક આવેલ છે. આ યોજનાથી સામોર, કોઠા વીસોત્રી અને હંસ્થળ એમ કુલ ત્રણ ગામોની અંદાજે ૧ર૦૦ એકર જમીનને સિંચાઈનો સીધો લાભ થાય છે. આ કામના અંદાજિત રકમ રૂ. ૧૬૭.૯૯ લાખના કામો મંજુર કરવામાં આવતા સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં હાલમાં ૭પ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ મુલાકાત વેળાએ અગ્રણી પાલાભાઈ કરમુર, સગાભાઈ રાવલિયા, ગોવિંદભાઈ કનારા, ભરતભાઈ ચાવડા સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial