Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના ન.પા.ના વોટર વર્કસમાં હેવી જનરેટર વસાવવા રજૂઆત

આધુનિક ફિલ્ટર પ્લાન્ટ માટે પણ માંગણી

ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયા શહેરમાં પાણી વિતરણ સુચારૂરૂપે થઈ શકે તે માટે ન.પા. વોટર વર્કસમાં હેવી જનરેટર વસાવવા તથા આધુનિક ફિલ્ટર પ્લાન્ટ બનાવવા પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યએ રાજયમંત્રી મૂળુભાઈ બેરા તથા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

ખંભાળીયા શહેરમાં ઘી ડેમ વોટર વર્કસમાંથી પાણી આપવામાં આવે છે, ત્યારે ડેમ પાસેનો ફીલ્ટર પ્લાન્ટ ખૂબ જ જુનો આધુનિક ટેકનિક વગરનો હોય, આધુનિક ફિલ્ટર પ્લાન્ટ હોય તો હાલ જે ચોમાસામાં ડહોળું પાણી આવે છે. ગંદુ પાણી લાલ કલરનું આવે છે. તે ન આવે તથા લોકોને શુદ્ધ પાણી મળે.

બીજું કે હાલ ઘી ડેમ પર વોટર વર્કસમાં મોટું જનરેટર ના હોય, જ્યારે વીજકાપ થાય છે ત્યારે હાલ બે દિવસે એક વખત પાણી વિતરણ થાય છે તે ત્રણ દિવસે થઈ જાય છે. જો મોટું હેવી જનરેટર સેટ હોય તો તેનાથી મોટી ઈલેક્ટ્રીક મોટરો ચાલુ રાખીને જે પાણીકાપની સ્થિતિ થાય તે ના થાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh