Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરબેડી, ખડ ખંભાળિયામાં જુગારના બે દરોડાઃ
જામનગર તા. ૧૯: જામનગરના હરિયા કોલેજ રોડ પર એક એપાર્ટમેન્ટ પાસે ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા દસ મહિલા સહિત અગિયાર પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. જ્યારે ખડ ખંભાળિયા ગામમાંથી એક મહિલા સહિત પાંચ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. ચોરબેડી ગામમાંથી પાંચ પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી હતી. ત્રણેય સ્થળેથી કુલ અડધા લાખનો મુદ્દામાલ મળ્યો છે.
જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલા જીઆઈડીસી એપાર્ટમેન્ટ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે દરોડો પાડ્યો હતો. તે સ્થળે તીનપત્તી રમતા હિતેન્દ્રભાઈ પ્રભુલાલ નોકીયાણી, નયનાબેન નીતિનભાઈ ગોંડલીયા, મમતાબેન દીપકભાઈ ગોવાણી, જયોત્સનાબેન મિતેશભાઈ પટેલ, ગીતાબેન ભગવાનજી પિત્રોડા, રેખાબેન ભગવાનજી ચૌહાણ, હંસાબેન દીપકભાઈ ગોવાણી, લીલાબેન ધીરૂભાઈ ઠક્કર, શોભનાબેન ભરતસિંહ વાઢેર, કોકિલાબેન અરવિંદભાઈ કટેશીયા, જયશ્રીબેન ભીખુભાઈ જોષી નામના અગિયાર વ્યક્તિ ગંજીપાના વડે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૨૪૫૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામમાં નદીના કાંઠે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા ગોપાલ જગદીશભાઈ પાટડીયા, કરશનભાઈ મનસુખભાઈ સિહોરા, બાબુ નરશીભાઈ તંબોલીયા, જમનભાઈ લખમણભાઈ કોડીનારીયા, ચંદ્રિકાબેન કિશોરભાઈ કમેજારીયા નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૫,૬૨૦ કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના ચોર બેડી ગામમાં શાળા પાછળ બાવળની ઝાળીમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા અલ્પેશ રાયશીભાઈ વસરા, પ્રકાશ નાગજીભાઈ મકવાણા, વિપુલ ગગુભાઈ વસરા, દેવશીભાઈ ગોવિંદભાઈ ગાગીયા, પરેશ મેરામણભાઈ વસરા નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૦,૨૯૦ કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial