Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડમાં પાનની દુકાનમાંથી સાડા નવ હજાર ઉપડ્યાઃ
જામનગર તા. ૧૦: ધ્રોલના ખારવા રોડ પર આવેલી એક સોસાયટીમાં ત્રણ સપ્તાહ પૂર્વે એક મકાનમાં રૂ. ૪૫ હજાર રોકડાની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે બેડમાં આવેલી પાનની એક દુકાનમાંથી રૂપિયા સાડા નવ હજાર રોકડા ચોરાઈ ગયા છે. તે દુકાનમાં આવેલી બારી તોડી તસ્કર ઘૂસી ગયો હતો. પોલીસે બંને ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ધ્રોલના ખારવા રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં વસવાટ કરતા સંદીપભાઈ ભીમજીભાઈ કાનાણી નામના પટેલ વેપારીના મકાનમાં ગઈ તા.૧૬ માર્ચની રાત્રિના સમયે કોઈ તસ્કર ઘૂસી ગયા હતા. તે મકાનમાં ખાંખાખોળા કરી તસ્કરોએ મકાનના નીચેના ઓરડામાં રાખવામાં આવેલા ડ્રેસીંગ ટેબલમાંથી પર્સ શોધી કાઢ્યું હતું. તે પર્સમાં સંદીપભાઈએ કારખાનાના હિસાબના રાખેલા રૂ. ૪૫ હજાર તસ્કરોના હાથમાં આવી ગયા હતા. તે રકમની ચોરી કરી તસ્કર નાસી ગયા છે. સંદીપભાઈએ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના બેડ ગામમાં જુમ્મા મસ્જિદ પાસે રહેતા અને બેડમાં જ ભાડાથી તિરૂપતિ પાન નામની દુકાન ચલાવતા આરીફ ઈસુફભાઈ છત્રા નામના વેપારી ગઈ તા.૨૨ની રાત્રે પોતાની દુકાન બંધ કરીને ગયા પછી બીજા દિવસે સવારે જ્યારે દુકાને આવ્યા ત્યારે તેઓએ દુકાનની બારી તૂટેલી જોઈ હતી. તેમાંથી રાત્રિના સમય દરમિયાન કોઈ તસ્કર પ્રવેશ્યો હતો. તેણે દુકાનમાં રાખવામાં આવેલા ટેબલના ખાનામાંથી રૂપિયા સાડા નવ હજાર રોકડા ઉઠાવી લીધા હતા. આરીફભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial