Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સરકારના ગૃહ વિભાગે ધર્મસ્વાતંત્ર્યના કાયદાને લઈને કલેકટરોને પાઠવ્યો પરિપત્ર

વર્ષ-ર૦૦૮ના નિયમોનું મનઘડત અર્થઘટન અટકાવવા

ગાંધીનગર તા. ૧૦: વર્ષ-ર૦ર૧ માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩ ને સરકારે સુધાર્યા બાદ અનેક જિલ્લા કલેકટરો અર્થાત મેજિસ્ટ્રેટની કચેરીમાં આ કાયદા હેઠળના વર્ષ ર૦૦૮ના નિયમોનું મનઘડંત અર્થઘટન થઈ રહ્યું છે. જેથી ન્યાયિક લીટીગેશનોમાં વધારો થયો છે. હિન્દુ નાગરિકો દ્વારા બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની મંજુરી માંગતી અરજીમાં નિર્ણયની પ્રક્રિયામાં અધિકાંશ જિલ્લા મેજીસ્ટ્રેટ, કલેકટર કચેરીઓ બંધારણના અનુચ્છેક રપ (ર)ને આગળ કરી રહ્યા છે. જેમાં હિન્દુ ધર્મમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થતો હોવાનું કહીને અરજીઓ રદ્દ કરતા હોવાનું ધ્યાને આવતા ગૃહ વિભાગે ૮મી એપ્રિલને સોમવારની રાતે એક મહત્ત્વનો પરિપત્ર કર્યો છે. જેમાં હિન્દુમાંથી બૌદ્ધ, શીખ કે જૈન ધર્મમાં પરિવર્તન માટેની મંજુરી અનિવાર્ય હોવાની સૂચના રાજ્યના તમામ કલેકટરોને આપી છે.

ગુજરાતમાં દર વર્ષે વૈશાખ મહિનાની બુદ્ધ પૂર્ણિમાએ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ આંગીકાર થાય છે. આ વર્ષે લોકસભા ચૂંટણી વચ્ચે ર૩ મી મે ના બૌદ્ધ પૂર્ણિમા છે. આથી આગામી દિવસોમાં કલેકટોરેટના અર્થઘટનાઓમાં ઈન્કારથી વિવાદ વકરે, કોર્ટમાં લિટીગેશનો વધે તે પહેલા જ ગૃહ વિભાગે નવેસરથી સૂચનાઓ પરિપત્રિત કરી છે.

ઉપસચિવ વિજય બધેકાની સહીથી સોમવારે પ્રસિદ્ધમાં આદેશમાં કહેવાયું છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદાના સંદર્ભમાં બૌદ્ધ ધર્મ એ એક અલગ ધર્મ ગણવાનો રહેશે. તદ્દનુસાર આ કાયદાની કલમ પ(૧)ની જોગવાઈ હેઠળ હિન્દુ બૌદ્ધ, શીખ, જૈન ધર્મમાં પરિવર્તન કરાવનાર અર્થાત પૂજારી, પાદરી કે ધર્મના વડાએ જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ તેની મંજુરી મેળવવી પડશે. આ જ રીતે કલમ પ(ર) હેઠળ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિએ પણ મેજીસ્ટ્રેટને જાણ કરવાની રહેશે. નવેસરથી સુચનાઓ પરિપત્રિત કરવા પાછળ મૂળતઃ ઉકત કાયદાના ર૦૦૮ ના નિયમોનું મન ફાવે તેમ અર્થઘટના કારણભૂત હોવાનું ગૃહ વિભાગે જાહેર કર્યું છે.

આ પરિપત્રમાં દરેક કલેકટરને ધર્મ પરિવર્તન માટે મંજુરી આપતા અંગેની અરજીમાં કોઈ પણ અરજદારને કાયદાકીય જોગવાઈ, સરકારની વખતોવખતની સૂચનાઓને પર્યાપ્ત અભ્યાસ કરીને નિર્ણય લેવા કહ્યું છે. જેથી હવેથી આવી અરજીઓને મંજુરી જરૂરી નથી તેમ જણાવીને દફતરે કરી શકાશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh