Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રિકેટરો, અભિનેતાઓ, સેલિબ્રિટીઝની અવર-જવર હવે સામાન્ય બની ગઈ છેઃ
જામનગર/અમદાવાદ તા. ૧૦: દેશમાં એક તરફ આઈપીએલની રોમાંચક ક્રિકેટ મેચો રમાઈ રહી છે, તો બીજી તરફ રમઝાન ઈદ આવી રહી છે. ઉનાળાનો પ્રકોપ શરૂ થયો છે, તો કેટલાક સ્થળે કમોસમી વરસાદ ઝળુંબી રહ્યો છે. જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ઝુલેલાલ જયંતી-ચેટીચાંદની ઉજવણી પણ થઈ રહી છે.
લોકસભાની ચૂંટણીનો જોરદાર પ્રચાર થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં રૂપાલા પ્રકરણમાં 'કોણ કોને માર્ગ આપે?'ના કન્ફ્યુઝન વચ્ચે હવે સૌરાષ્ટ્રના વધુ રાજવી પરિવારોએ પણ આ મુદ્દે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે, જેમાં રાજકોટ અને જામનગરના રાજવીઓનો સમાવેશ થાય છે. એક તરફ ભાજપે રૂપાલા જ ૧૬ એપ્રિલે લોકસભાની રાજકોટની બેઠક પરથી ફોર્મ ભરશે, તેવી જાહેરા કરી છે, તો દિવસે દિવસે વિવિધ શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહેલો વિરોધ ભાજપ સામે પડકાર ઉભો કરી રહ્યો છે. રૂપાલાએ બે વખત માફી માગી અને પ્રદેશ ભાજપ પ્રમુખે બે હાથ જોડ્યા પછી પણ આ પ્રકરણ સમાપ્ત થયું નહીં, તેથી હવે બધાની નજરો કદાચ દિલ્હી તરફ મંડાયેલી છે, અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે તેવા આશાવાદ વચ્ચે અટકળો તથા આશંકાઓની આંધી પણ ફૂંકાઈ રહી છે.
જો કે, ભાજપે રાજકોટ બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવાનો હૂંકાર કર્યો છે, ત્યારે એવી ચર્ચા પણ થઈ રહી છે કે રાજકોટની બેઠક પર ભાજપનો અને રૂપાલાનો વિજય થઈ જાય તો પણ ભાજપને રાજ્યની અન્ય રપ બેઠકો સહિત દેશભરની ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી લોકસભાની બેઠકોમાં પણ વિપરીત અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં તો બે-ત્રણ સ્થળે ભાજપની ચૂંટણી સભાઓમાં જ થયેલો પ્રચંડ વિરોધ અને ખંભાળિયામાં સી.આર. પાટીલને કાળા વાવટા દેખાડ્યા, તે જોતા આ વિરોધ હવે વધુને વધુ ફેલાઈ રહ્યો જણાય છે, જે ભાજપ માટે ચિંતાજનક હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
સોશ્યલમીડિયામાં એ પ્રકારના ઓડિયો-વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજ માત્ર રાજકોટ જ નહીં, તમામ ર૬ બેઠકો પર ભાજપનો વિરોધ કરશે અને પ્રચાર કરવા નહીં દ્યે, તેથી માહોલ વધુ ગરમાયો હોવાના વહેતા થયેલા અહેવાલોની સત્યતા પણ ચકાસાઈ રહી છે, તો બીજી તરફ અફવાઓથી દૂર રહેવાની જરૂર પણ પહેલેથી જ જણાવાઈ રહી છે. રાજકોટમાં રૂપાલા સામે પરેશ ધાનાણી મેદાનમાં ઉતરવા તૈયાર થયા હોવાના અહેવાલો પછી પણ અટકળોની દિશાઓ બદલાઈ રહી છે અને તરેહ-તરેહની સંભાવનાઓ જણાવાઈ રહી છે. બીજી તરફ કરણી સેનાના શેખાવતની પાઘડી ઉછળી તે મુદ્દો પણ ચગાવાઈ રહ્યો છે અને કમલમ્ને ઘેરવાના મુદ્દે પણ વિવિધ અહેવાલો જોતા હવે શું થશે, તેની માત્ર અટકળો જ થઈ રહી છે.
જામનગરમાં હવે મોટા મોટા સેલિબ્રિટીઝ અને ક્રિકેટરો, અભિનેતાઓ-કલાકારોનું આગમન કોઈ નવી વાત રહી નથી. આજે ચૂંટણીના લીધે પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તથા ચૂંટણીપંચના ઓબ્ઝર્વર્સ, ઉચ્ચ અધિકારીઓ પણ હાલારમાં આવવાના છે, ત્યારે ભરઉનાળે હાલાર ધમધમતું જ રહેવાનું છે... તૈયાર રહેજો!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial