Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું:
રામપુર તા. ૧૦: છત્તીસગઢના દુર્ગમાં બસ પ૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી છે. ૧૪ ના મોત થતા રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
છત્તીસગઢના દુર્ગે જિલ્લામાં ગઈ મોડી રાતે એક બસ મુરમની માટીની ખીણમાં ગરકાવ થતા મોટી કરૂણાંતિકા સર્જાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪ લોકો માર્યા ગયા હતાં અને ૧પ થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. બસ લગભગ પ૦ મીટર ઊંડી ખીણમાં ગરકાવ થઈ હતી. આ દુર્ઘટના પર વડાપ્રધા મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું કે છત્તીસગના દુર્ગમાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું, જે લોકોએ તેમના પરિજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના છે. આ મામલે દુર્ગના કલેક્ટર ઋચા પ્રકાશ ચૌધરીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતાં.
આ મામલે માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ઘાયલોની એઈમ્સ તથા એપેક્સ અને અન્ય હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોએ માહિતી આપી કે આ એક કંપનીના કર્મચારીઓની બસ હતી. તેઓ રાતે કામ ખતમ કરી ઘરે પાછા ફરી રહ્યા હતાં તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં મુસાફરો વધારે હતા અનં ડ્રાઈવર લાઈટ વિના જ બસ હંકારી રહ્યો હતો. વધારે સ્પીડ સાથે દોડતી બસ એકાએક મુરમની માટીની ખીણમાં પડી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial