Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૬ એપ્રિલે રેસકોર્સમાં ભાજપાનું વિજય વિશ્વાસ સંમેલન
રાજકોટ તા. ૧૦: રૂપાલાના મુદ્દે રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને વિવિધ સંમેલનોના આયોજનો થઈ રહ્યા છે, ત્યારે ક્ષત્રિય તથા ભાજપના આગામી આયોજનો પણ જાહેર થયા છે.
કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલાના મુદ્દે અત્યારે રાજકીય માહોલ ગરમાયેલો છે, ત્યારે આગામી ૧૪ મી એપ્રિલ ને રવિવારે રતનપુરમાં ક્ષત્રિય સંમેલન યોજાનાર હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
બીજી તરફ ૧૬ મી એપ્રિલે પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે, તેવા અહેવાલો આવ્યા હતાં. હવે રાજકોટના રેસકોર્સ મેદાનમાં ૧૬ મી એપ્રિલે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે, તેવા અહેવાલો આવ્યા હોવાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં હલચલ વધી છે.
રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી અને ત્યારપછી તેના પ્રત્યાઘાતો સરકારની ચિંતા વધારી દીધી છે. આ પછી આખેઆખું રાજપૂત સમાજ રૂપાલા વિરૂદ્ધ આંદોલન પર ઉતર્યું છે અને હવે આ આંદોલન દેશવ્યાપી બની ગયું છે. રાજકોટમાં રવિવારે રાજકોટ-મોરબી રોડ પર વિશાળ સંખ્યામાં આંદોલન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ થાય તેવી પ્રબળ માંગ કરી રહ્યું છે.
બીજી તરફ ભાજપ રૂપાલાને ઉમેદવાર તરીકે ચાલુ રાખવા માટે મક્કમ છે. આ બધાની વચ્ચે ભાજપે હું ભાજપ સાથે છું, હું રૂપાલા સાથે છું, હું મોદી સાથે છું કેમ્પેઈન શરૂ કર્યું છે. લોકસભાની ચૂંટણી નજીક છે જેને લઈને હાલ ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજકોટ લોકસભા વિસ્તારમાં જનસમર્થન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂપાલાના સમર્થનમાં બેનરો લગાડીને હવે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી માટે હવે ૧૬ એપ્રિલના પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ પણ ભરવા જઈ રહ્યા છે. ભાજપ પણ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને લઈને અડગ છે ત્યારે હવે રૂપાલાના સમર્થનમાં કેમ્પેઈન શરૂ કરતા રાજકોટ સહિત અનેક વિસ્તારોના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આગામી ૧૬ એપ્રિલે સવારે ૧૦-૩૦ વાગ્યે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જશે, ત્યારે જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના દાવા પ્રમાણે ૧૬ એપ્રિલે બહુમાળી ભવનમાં તે દિવસે ર૦ થી રપ હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતાં.
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટથી જ ઉમેદવારી કરવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે દિવસમાં નક્કી થઈ જશે. ઉમેદવારીના દિવસે જબરદસ્ત સમર્થનના રૂપાલાએ સંકેત આપ્યા છે. તેમણે ઉમેદવારીના દિવસે તમામ તેમને સમર્થકોને પાઘડી પહેરી આવવા આહ્વાન કર્યું છે. હાઈકમાન્ડથી ક્લિનચીટ મળ્યા પછી રૂપાલામાં આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે. ગઈકાલે જ આશાપુરા માતાજીના દર્શન કરી પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે. અલગ અલગ વિસ્તારોમાં જઈ રૂપાલાએ પ્રચંડ પ્રચાર કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial