Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરત કેસમાં સજા પામેલા આરોપી દ્વારા કરાયેલી અપીલમાં થયો છૂટકારો

નીચેની કોર્ટે કરી હતી સાત મહિનાની સજાઃ

જામનગર તા. ૧૦: જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં અદાલતે સાત મહિનાની કેદની સજા ફટકારી હતી. તે હુકમ સામે જિલ્લા અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ રદ્દ ઠેરવી આરોપીનો છૂટકારો કર્યાે છે.

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા ચતુરસિંહ કુશળસિંહ જાડેજાએ રૂ. ૭૦,૦૦૦ રસીકભાઈ હિરજીભાઈ મકવાણાને હાથ ઉછીના આપી ચેક મેળવ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ચતુરસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રસીકભાઈને સાત મહિનાની કેદનો હુકમ કરી ચેકની રકમ ૯૦ દિવસમાં વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે હતો. તે હુકમ સામે રસીકભાઈએ જિલ્લા અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ રદ્દ કરી આરોપી રસીકભાઈ મકવાણાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ઈકબાલ એ. પીઠડીયા, સરફરાજ એમ. દુરવેશ, આર.કે. સેતા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh