Advertisement
Author: નોબત સમાચાર

બાગેશ્વરધામના ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીને ધમકી

'સર તન સે જુદા કર દેંગે'ના ગીત સાથે

લખનૌ તા. ૧૦: ફેસબુક દ્વારા           બાગેશ્વર ધામના ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉત્તરપ્રદેશના આવલા પોલીસ સ્ટેશન પાસે હોબાળો થયો છે, અને ફરિયાદ નોંધાઈ છે.

ઉત્તરપ્રદેશના બરેલીમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. ફેસબુક દ્વારા આપવામાં આવેલી ધમકીમાં હેવામાં આવ્યું છે કે માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. જે પછી હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા હતાં. તેણે બહેલીના અમલા કોતવાલીમાં ફરિયાદ પત્ર આપ્યો છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સનાતન ધર્મના ગુરુને સમજી વિચારીને ટાર્ગેટ કરવામાં આવે છે. ધર્મ ગુરુ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને અશોભનીય રીતે એડીટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે જેમાં તેમને ધમકી આપતી ઓડિયો ક્લીપ પણ જોડવામાં આવી છે. આ વીડિયોથી તેમના સમર્થકો અને હિન્દુ સમુદાયની જેમને તેમના પર શ્રદ્ધા છે લાગણી દુભાઈ છે.

મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી આવ્યા હતાં અને આવલા પોલીસ સ્ટેશનમાં જોરદાર હોબાળો કર્યો છે. તેઓએ પોલીસ અધિકારીને ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી આવ્યા હતાં અને આવલા પોલીસ સ્ટેશનમાં જોરદાર હોબાળો કર્યો છે. તેઓએ પોલીસ અધિકારીને ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમગ્ર મામલે હિન્દુ સંગઠનના નેતાએ કહ્યું કે ફૈઝ રઝાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો છે અને તેમનું માથું કાપી નાખવાની ધમકી આપી છે. તેમાં સર તન સે જુદા ગીત પણ સામેલ છે. તેની પોસ્ટ પર અન્ય કેટલાક લોકોએ પણ અભદ્ર ટિપ્પણીઓ કરી છે. આ તમામ પ્રવૃત્તિઓ વાતાવરણને બગાડી શકે છે. તેથી આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ધમકીઓ મળી હતી. આવી સ્થિતિમાં તેમની સાથે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ તેમની સુરક્ષાને લઈને સતર્ક છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh