Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'ના સચિત્ર અહેવાલનો પડ્યો પડઘોઃ
ઓખા તા. ૧૦: ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજ પાસે સરકારી જમીન પર આગામી સમયમાં ગેરકાયદે દબાણ ખડકી શકાય તે માટે અત્યારથી કેટલાક તત્ત્વો દ્વારા પાણા મૂકી જમીન વાળવાનું શરૂ કરાયાનો સચિત્ર અહેવાલ 'નોબત'માં પ્રસિદ્ધ થતાં ગઈકાલે દ્વારકાના વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગઈકાલે તે દબાણો હટાવી નાખ્યા છે.
ઓખાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા સુદર્શન બ્રિજનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે પછી રોજેરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો બેટ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા છે.
તે દરમિયાન સુદર્શન બ્રિજના ઓખા તરફના ખૂણામાં સરકારી જમીન પર કેટલાક વ્યક્તિઓ પાણા મૂકી જમીન વાળવાનું શરૂ કરી ચૂક્યા હોવાનો સચિત્ર અહેવાલ સોમવારે 'નોબત'માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી ગઈકાલે જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ગઈકાલે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર કે.ટી. શુક્લ, સેનેટરી ઈન્સ. રાજેશ માણેક તથા સ્ટાફ દ્વારા પોલીસને સાથે રાખી ચકાસણી કરવામાં આવી હતી.
તે વેળાએ સુદર્શન બ્રિજ પાસે પાણા મૂકી જગ્યા વાળી લેવાયાનું જણાઈ આવતા તંત્રએ બુલડોઝર મંંગાવી લઈ તરત જ તે પાણા ત્યાંથી ખસેડી નાખી તે દબાણો દૂર કર્યા છે.
પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસ દ્વારા કરાયેલા દબાણને હટાવાયું...!
સુદર્શન બ્રિજ નજીકની સરકારી જમીન પર ઓખા પોલીસના જ એક કર્મચારી દ્વારા ગેરકાયદે દબાણ ઉભુ કરાતું હોવાની ઓખાના એક જાગૃત નાગરિકે બે સપ્તાહ પૂર્વે લેખિતમાં રજૂઆત કરી હતી. તે પછી ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે વહીવટીતંત્રના અધિકારીઓએ પોલીસના કહેવાતા દબાણને દૂર કરી નાખ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial