Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકીલો સાથે વાત નહીં કરે તો કેસ કેવી રીતે લડશે?: સંજયસિંહ
નવી દિલ્હી તા. ૧૦: કેજરીવાલને ર૪ કલાકમાં કોર્ટમાંથી બીજો ઝટકો લાગ્યો છે અને અઠવાડિયામાં પ વખત વકીલોને મળવાની માંગ કોર્ટે ફગાવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ બીજી અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે અઠવાડિયામાં પ વાખ વકીલોને મળવાની માંગ કરી હતી. હાલમાં અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં માત્ર બે વાર પોતાના વકીલોને મળી શકે છે. આ મુદ્દે સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર તીખા પ્રહારો કર્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ર૪ કલાકની અંદર કોર્ટ તરફથી બીજો ઝટકો લાગ્યો છે. તેના એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટે તેની ધરપકડને યોગ્ય ઠેરવતા તેની અરજી ફગાવી દીધી હતી અને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પણ તેની બીજી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં સીએમ કેજરીવાલે અઠવાડિયામાં પ વખત વકીલોને મળવાની માંગ કરી હતી. હાલમાં અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં માત્ર બે વાર પોતાના વકીલોને મળી શકે છે.
સીએમ કેજરીવાલના વકીલ વિવેક જૈને દલીલ કરી હતી કે કેજરીવાલ કોઈ રાહતની માગ કરી રહ્યા નથી, સીએમ માત્ર તેમની સામે અનેક કોર્ટોમાં પેન્ડિંગ કેસના સંદર્ભમાં વકીલો સાથે વધારાની બેઠકની માગ કરી રહ્યા છે. એડવોકેટ વિવેક જૈને કહ્યું હતું કે કેજરીવાલ સામે ૩પ થી ૪૦ કેસ પેન્ડિંગ છે. વ્યક્તિને સમજવા અને સૂચના આપવા માટે અઠવાડિયામાં એક કલાક પૂરતો નથી. આ સૌથી મૂળભૂત કાયદાકીય અધિકાર છે, જે અંતર્ગત કેજરીવાલ પોતાના વકીલને મળવાની માંગ કરી રહ્યા છે. એડવોકેટ વિવેક જૈને કહ્યું હતું કે સંજયસિંહની વિરૂદ્ધ માત્ર પ કે ૮ કેસ નોંધાયા હોવા છતાં તેમને ત્રણ મિટિંગની મંજુરી આપવામાં આવી હતી.
સીએમ કેજરીવાલની અરજી સામે ઈડી સમક્ષ હાજર થયેલા વકીલે કહ્યું હતું કે કેજરીવાલ પ લીગલ મિટિંગની માંગ કરી રહ્યા છે, જે જેલ મેન્યુઅલની વિરૂદ્ધ છે, જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં હોય છે ત્યારે તેની બહારની સ્થિતિ અપ્રસ્તુત હોય છે અને તેની સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. કેજરીવાલને પહેલા જ અઠવાડિયામાં ર મિટિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ન્યાયિક કસ્ટડીમાં બહારની દુનિયા સાથેનો સંપર્ક મર્યાદિત અને કાયદા મુજબ હોય છે. જો કોઈ વ્યક્તિ જેલમાંથી સરકાર ચલાવવાનું પસંદ કરે છે, તો તેને અપવાદ ગણી શકાય નહીં અને વિશેષાધિકારો આપવામાં આવશે નહીં. ઈડીના વકીલે કહ્યું હતું કે કાનૂની બેઠકોનો પરામર્શ સિવાય અન્ય હેતુઓ માટે દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પછી આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં સંજયસિંહે કહ્યું કે મોદી સરકાર હીટલરશાહી અપનાવી રહી છે અને લોકોના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. કેજરીવાલને ધમકાવાઈ રહ્યા છે જેનો જવાબ દિલ્હીની જનતા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial