Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ
જામનગર તા. ૧૦: જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ.એચ. ભાયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અન્વયે રાવલસર ચંદરિયા શાળામાં કૃમિનાશક આલબેન્ડાઝોલ ગોળીઓ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી.
કૃમિના સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે બાળક હંમેશાં થાકનો અનુભવ કરતુ હોય છે. તેમજ તેનો શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ થતો નથી. તેથી સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીમાં જતા અને નહીં જતા તમામ ૨ થી ૯ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવી તેમને રક્ષિત કરવામાં આવી રહ્યા છે. તેમજ બાકી રહી જતા બાળકોને આગામી તા. ૨૨ ફેબ્રુઆરીના મોપઅપ રાઉન્ડ દ્વારા આવરી લેવામાં આવશે.
ઉપરોક્ત કાર્યાલયમાં આરોગ્ય વિભાગના યજ્ઞેશ ખારેચા, નીરજ મોદી, મેડિકલ ઓફિસર ડો. માધવી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને કૃમિથી બચાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ તકે સુપરવાઈઝર સરવૈયા ભાઈ, હિતેશ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial