Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂના રેલવે સ્ટેશન પાસે ફૂલહાર અર્પણ કરાશે :
જામનગર તા. ૧૦: સામાજિક ક્રાંતિના પ્રણેતા અને પછાત જ્ઞાતિના શિક્ષણનો પાયો નાખનાર મહાત્મા જયોતિરાવ ફૂલેની ૧૯૭ મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલ તા. ૧૧-૪-ર૪ ના દિને જામનગરની ઓબીસી એકતા પરિષદ દ્વારા જન્મ જયંતી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
ગત તા. ૧૧-૪-ર૪ ના સવારે ૮-૩૦ થી ૧ર વાગ્યા સુધી જુના રેલવે સ્ટેશન પાસે જયોતિરાવ ફૂલે ચોકમાં ફુલહાર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. જેમાં ઓબીસી, એસટીએસસી, લઘુમતિ સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા પરિષદના રમેશભાઈ સોલંકીએ અનુરોધ કર્યો છે.
મહાત્મા જયોતિરાવ ફૂલેની સંઘર્ષ ગાથા
જયોતિરાવ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના સતારા ગામમાં ૧૧-૪-૧૮ર૭ ના માળી (દલવાડી-સતવારા) સમાજમાં થયો હતો. બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર એમને પોતાના ત્રીજા ગુરૂ માનતા હતા, તેમણે કન્યા કેળવણીની શરૂઆત કરી, બાળ વિવાહ પ્રથા નાબુદ કરાવી, વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું, અંધ વિશ્વાસ અને છૂત અછૂતનો ભેદભાવ દૂર કરવા તેમજ ખેડૂતોના હક્ક માટેના કાર્યો કર્યા હતાં. ૧૮૪૮ નો એક બનાવ તેમના જીવનમાં સીમાચિન્હરૂપ રહ્યો. જ્યારે તેઓ તેમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નની જાનમાં જતા હતા ત્યારે એમને સામાજિક ભેદભાવનો ખૂબ જ કડવો અનુભવ થયો તેમને કહેવામાં આવ્યું કે તેઓ નીચી જાતિના હોવાથી તેમણે આ સમારોહથી દૂર રહેવું જોઈતું હતું.
આ ઘટનાથી ફૂલે ખૂબ જ વ્યથિત થયા અને જાતિ વ્યવસ્થાના અન્યાયની તેમના પર ખૂબ ઊંડી અસર પડી ત્યારબાદ વિચારને અંતે તેમને તારણ મળ્યુંં કે આ બધા પાછળ જવાબદાર છે - નિરક્ષરતા (સમાજમાં શિક્ષણનો અભાવ) લોકોને કુરિવાજોના શિકાર થતા અટકાવવા માટે તેમણે એમને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. તેમણે સંકલ્પ કર્યો કે જાતિ પ્રથાને જડ મૂળથી નાબૂદ કરશે, અને આની શરૂઆત એમણે મહિલા સશક્તિકરણથી કરી, મહાત્મા જયોતિરાવ ફૂલેની ૧૩ વર્ષની ઉંમરે ૮ વર્ષના સાવિત્રીબાઈ સાથે લગ્ન થયેલા. લગ્ન બાદ પણ તેમની ભણવાની તિવ્ર ઈચ્છા જોઈ તેમના મુસ્લિમ પાડોશી ગૃહસ્થ અને ઉર્દુ તથા પારસીના શિક્ષણ ગફારબેગ મુન્શીએ સન ૧૮૪૧માં સ્કોટિશ અંગ્રેજી મિશન વિદ્યાલયમાં પ્રવેશ અપાવવામાં મદદ કરી હતી. તેમણે ૧૮૭૭ માં એક સાપ્તાહિક સમાચારપત્ર દિનબંધુનું પ્રકાશન તથા સંપાદન કર્યું. આ ઉપરાંત તેમણે તૃતીય રત્ન, છત્રપતિ શિવાજી, રાજા ભોસલા કા પખડા, બ્રાહ્મણોકા ચાતુર્ય, કિસાનકા કોડા તેમજ અછૂતો કી કેફિયત અને ગુલાબ ગીરી નામના પ્રચલીત પુસ્તકો-લખ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial