Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૪૮ કલાકમાં તાપમાન ૩.૮ ડીગ્રી વધ્યું:
જામનગર તા. ૧૦: જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૩.૮ ડીગ્રી ઊંચકાયને ૩૭.૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાન ૩૮ ડીગ્રી નજીક પહોંચી જતા જનતાએ ગઈકાલે બપોરે આકરા તાપનો અનુભવ કર્યો હતો.
જામનગરમાં એપ્રિલ માસના બીજા સપ્તાહમાં ઉનાળો ગતિ પકડી રહ્યો છે. તાપમાનમાં વધારાની સાથે સાથે હવે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત્ શનિવારે મહત્તમ તાપમાન ૩ર.૮ ડીગ્રી નોંધાયું હતું. ત્યારપછી તેમાં વધારો થયો છે. તેમાય છેલ્લા ૪૮ કલાકમાં ૩.૮ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭.૮ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ૩૮ ડીગ્રી નજીક પહોંચી જતા નગરજનોએ ગઈકાલે બપોરે આકરા તાપનો અનુભવ કર્યો હતો. ગરમી સામે રક્ષણ મળે તે માટે ઠંડાપીણા અને ઋતુગત ફળો આરોગવાની સાથે સાથે લોકો બપોરે કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે.
જામનગરમાં બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને ૮૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial