Advertisement
Author: નોબત સમાચાર

ધોરાજી પાસે ભાદરના પુલ પરથી કાર નદીમાં ખાબકતા ચાર લોકોના કરૂણ મૃત્યુ

એક પુરૂષ, બે મહિલા અને એક યુવતીને કાળ આંબી ગયો?

રાજકોટ તા. ૧૦: રાજકોટના ધોરાજી પાસે ભાદર-ર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા, ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. આ તમામ મૃતકો ધોરાજીના રહીશ હોવાનું મનાય છે.

આજે રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક કાર ભાદર-ર નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને નદીમાં ખાબકી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાર ઉપલેટાથી ધોરાજી તરફ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા છે જેમાં એક પુરૂષ અને બે મહિલા અને એક યુવતી સવાર હતાં. તમામ મૃતકો ધોરાજીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh