Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૮ કિ.મી. કાપતા કલાક-દોઢ કલાક થઈ જાય છે !
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયા-ભાણવડ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડેલા હોય, વાહન ચાલકો પરેશાન થતા હોય તથા વારંવાર ફરિયાદો થતાં ગઈકાલે પીડબલ્યુડી તંત્ર દ્વારા કોરી ઝીણી કાંકરી ખાડામાં નાખીને ખાડા પુરવાનું શરૂ કરેલું, કાંકરી ઉપર રોલર ના ફેરવાતા વાહનો સાથે કાંકરી ટાયરમાં ચોંટીને ઉડતા ટ્રક કે ફોર વ્હીલર સ્પીડમાં નીકળે તો પાછળ આવનારા ટુ-વ્હીલર વાહન ચલાવનારની આંખ બંધ થઈ જાય તેવી ઘટના બનતા ભારે રોષની લાગણી ફેલાઈ છે. નિયમ મુજબ જે રસ્તો ગેરંટીવાળો છે ત્યાં કોન્ટ્રાક્ટરો પાસે તથા જે રસ્તાની ગેરંટી પતી ગઈ છે. ત્યાં તંત્ર દ્વારા ડામર કે પેચવર્કથી ખાડા પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ૩૮ કિ.મી.ના અંતરવાળા ખંભાળીયાથી ભાણવડ પહોંચવા માટે હવે કલાક-દોઢ-કલાક જેવો સમય લાગે છે અને નાના-મોટા અકસ્માતો સામાન્ય થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial