Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં હવે આવારા કૂતરાઓનો વધ્યો ત્રાસઃ
જામનગર તા. ૧૦: હાલારમાં રસ્તે રઝળતા શ્વાનનો ત્રાસ અસહ્ય બન્યો છે. ભાણવડ પંથકમાં એક બાળકીને શ્વાને ફાડી ખાધા પછી હવે કલ્યાણપુર પંથકના અલગ-અલગ બે બનાવોમાં એક યુવક અને એક બાળકને શ્વાને બચકા ભરતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.
કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામના રોહિત નામના યુવકને શ્વાને બચકા ભરી લીધા હતાં. જ્યારે ભોગાત ગામમાં ૧૩ વર્ષના બાળકને શ્વાને બચકા ભરી લેતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. આમ શ્વાનનો આતંક યથાવત જળવાયો છે અને દરરોજ અનેક રાહદારીઓ, વાહન ચાલકોને બચકા ભરે છે આથી લોકોમાં પણ ભયનો માહોલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial