Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાસ્ત્રોમાં આસો અને ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે.
ખંભાળીયા તા. ૧૦: શાસ્ત્રોમાં આસો નવરાત્રિ પછી ચૈત્રી નવરાત્રિનું પણ ખૂબ જ મહત્ત્વ હોય ગઈકાલે દ્વારકા જિલ્લામાં પ્રથમ નોરતે માતાજીના પ્રસિદ્ધ મંદિરોમાં ભકતો ઉમટ્યા હતાં તથા વિશિષ્ટ પૂજા, ઘટ સ્થાપન, આરતી, વિશેષ દર્શન યોજાયા હતાં. તેથી શક્તિમંદિરોમાં ભીડ જોવા મળી રહી હતી.
ખંભાળીયા શહેરમાં સીંઘવી શીકોતેર માતાજી, સરસ્વતી માતાજી, સામુદ્રી માતાજી, હર્ષદ માતાજી, વારાહી માતાજી, ચામુંડા માતાજી, ગાયત્રી મંદિર, પુષ્કર્ણા બ્રહ્મપુરી, તાલુકામાં પીપળીયા કામઈ માતાજી, મીયાણી હર્ષદ, કેશોદ આવળાઈ, માતાજી, ભાતેલ આશાપુરા માતાજી, ભાણવડ ઘુમલીમાં ડુંગર પર બીરાજતા આશાપુરા તથા સામુદ્રી માતાજી, ભાણવડ ગાયત્રી માતાજી, જોગવડ આશાપુરા માતાજી, ખંભાળીયા ખોડીયાર માતાજી, બહુચર માતાજી સહિતના મંદિરોમાં સવારથી મોડે સુધી ભકતો ઉમટ્યા હતા તથા મંદિરમાં ચંદીપાઠ, સ્તુતિ વિગેરે પણ યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial