Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંડકટરે કરી હતી આઠ અરજીઃ
જામનગર તા. ૧૦: જામનગરના એક કર્મચારીએ એસટી કોર્પોરેશન સામે મજૂર અદાલતમાં આઠ વસૂલાત અરજી કરી હતી. તે અરજી અન્વયે એસટીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી મજૂર અદાલતે તમામ અરજીઓ નામંજૂર કરી છે.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને એસટી વિભાગમાં કંડકટરની ફરજ બજાવતા ચંદ્રકાંત ધરમદાસ જોષી સામે જુદા જુદા ૩૬ ડિફોલ્ટ કેસ અંગે તેમના ઈન્ક્રીમેન્ટ જુદા જુદા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. તેમાંથી આઠ ગુન્હા માટે ખોટી રીતે સજા કરવામાં આવી છે તેમ જણાવી ચંદ્રકાંત જોષીએ મજૂર અદાલતમાં વસૂલાત અરજીઓ નોંધાવી હતી.
તે આઠેય અરજીમાં ગણતરી કરી રકમ ચૂકવી આપવાની માગણી કરાઈ હતી. તે અરજીઓ ચાલવા પર આવતા એસટી કોર્પોરેશનના વકીલ ગૌરવ પંડયા, ચાંદની સોલંકી, ઉદય કવૈયાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી મજૂર અદાલતે આઠેય અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial