Advertisement
Author: નોબત સમાચાર

સલાયા લોહાણા મહાજન વાડીમાં ચૈત્રી નવરાત્રિની ઉજવણીઃ રાસ-ગરબાની રમઝટ

મહિલા ગૃહ ઉદ્યોગના સંચાલિકાના હસ્તે દીપ પ્રાગટ્ય

સલાયા તા. ૧૦: સલાયા લોહાણા મહાજનવાડીમાં ધામધૂમપૂર્વક ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે, અને પ્રથમ દિવસે રાસ-ગરબાની રમઝટ બોલી હતી.

સલાયા લોહાણા મહાજનવાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે. જેમાં સાંજે માત્ર બહેનો માતાજીની સ્તુતિ અને ગરબા કરે છે. આ નવરાત્રિના પ્રથમ દિવસે સલાયા મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ સલાયાના સંચાલિકા ધિરજબેન પીઠડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી નવરાત્રિની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સલાયાના હિન્દુ સમાજના બહેનોએ ભાવપૂર્વક માતાજીની આરતી ગાઈ અને રાસ રમ્યા હતાં. ગરબે રમ્યા પછી મૂળ સલાયાના અને હાલ કિસૂમુ કેન્યા રહેતા શેઠ જયંતભાઈ બદીયાણી પરિવાર દ્વારા દરરોજ જુદા-જુદા નાસ્તાનું આયોજન કરવામાં આવે છે. જેની મહા પ્રસાદીનો પણ બહેનો લાભ લીયે છે. રાત્રે પણ સલાયાના પુરૂષો માત્ર દિવાના અજવાળે માતાજીના ગરબા, સ્તુતિ કરે છે. અને ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે. આમ સલાયામાં ચૈત્રી નવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ તમામ આયોજન સલાયા લોહાણા મહાજનના નેજા હેઠળ સલાયા જલારામ સેવા સમિતિ અને વીરબાઈમાં મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh