Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટોળકીના પાંચના સગડ દબાવતી એલસીબીઃ
જામનગર તા. ૧૦: જામનગરમાં રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરી કરનાર એક શખ્સને એલસીબીએ મધ્યપ્રદેશમાંથી પકડી પાડ્યો છે. તેની ટોળકીના અન્ય પાંચ શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરી થઈ હતી. તે ગુન્હાની તપાસ શરૂ થયા પછી એલસીબીએ તેમાં ઝૂકાવ્યું હતું. પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફે ટેકનિકલ એનાલિસીસ હાથ ધરતા મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કુકસી તાલુકાના જાઈ ગામના લાલુસીંગ ઈન્દરસીંગ મંડલોઈ ની સંડોવણી ખૂલી હતી.
ત્યારપછી પીએસઆઈ કરમટા અને સ્ટાફના ધાનાભાઈ, વનરાજ મકવાણા, અરજણભાઈ, ક્રિપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ, કિશોર પરમાર, બિજલ બાલસરા મધ્યપ્રદેશ દોડી ગયા હતા. ત્યાંથી આ શખ્સની અટકાયત કરાઈ છે.
જામનગર ખસેડવામાં આવેલા આ શખ્સના કબજામાંથી રૂ. ૩૨૦૦ રોકડા, એક મોબાઈલ મળી આવ્યો છે. આરોપીએ ચોરીની કબૂલાત કરી પોતાના સાગરિત જાઈ ગામના જ અનિલ ગુમાન મકવાણા, ઘોટીયા ગામના રાજુ સુમાલસીંગ પંચાલ, દીપક સુમાલસીંગ પંચાલ, પ્રભુ તથા એક અજાણ્યા શખ્સ વિશે માહિતી આપી છે. એલસીબીએ આ પાંચેય શખ્સને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial