Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સબસે પહલે ભોગ ઇશ્વરકો લગાયા હૈ, હિન્દુ નૂતન વર્ષ કા ઉત્સવ મનાયા હૈ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ ભગવાનનાં પ્રાચીન મંદિરે ચૈત્ર સુદ એકમ - હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માજીએ ચૈત્ર સુદ એકમથી જ સૃષ્ટી નિર્માણ આરંભ કર્યુ હોવાથી સનાતન હિંદુ ધર્મમાં સૃષ્ટી નો શુભારંભ પણ આ જ દિનથી માનવામાં આવે છે ત્યારે વર્ષમાં પ્રથમ ભગવાને ભોગ અર્પણ કરી પછી ભક્તો ભોજન લે એ માટેની અન્નકૂટની પરંપરાને કારતક સુદ એકમની જેમ જ ચૈત્ર સુદ એકમનાં દિને પણ નિભાવવામાં આવી હતી. ભગવાન સમક્ષ નિજ મંદિરમાં વિવિધ મિષ્ટાન - પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ભક્તોએ બહોળી સંખ્યામાં અન્નકૂટ ઉત્સવનાં દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર : નિરવ માધવાણી)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial