Advertisement
Author: નોબત સમાચાર

નિલકમલ સોસાયટીમાં ભાજપ દ્વારા આયોજીત મોદી પરિવાર સભામાં 'રૂપાલા હાય-હાયના નારા'

જામનગરમાં ક્ષત્રિયાણીઓ આકરા પાણીએ...

જામનગર તા. ૧૦: જામનગરમાં ગઈકાલે મોદી પરિવાર સભા-બેઠકનું આયોજન થયું હતું. જેમાં ક્ષત્રિય બહેનોએ રૂપાલા હાય-હાય અને રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવતા વાતાવરણ બગડ્યું હતું. આખરે પોલીસે ક્ષત્રિય મહિલાઓને દૂર ખસેડ્યા હતાં અને કાર્યક્રમ ચાલુ કર્યો હતો.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગઈકાલે જામનગરમાં નિલકમલ સોસાયટીમાં મોદી પરિવારની સભાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયરો બીનાબેન કોઠારી અને અમીબેન પરીખ, શાસકજુથના નેતા આશિષ જોષી, કોર્પોરેટરો વગેરે સહિતના મોદી પરિવારના સભ્યો ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમયે રાજપૂત સમાજના બહેનો ત્યાં આવી ચઢ્યા હતા. રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરો ના નારા લગાવ્યા હતાં. કેટલાક બહેનો સ્ટેઈજ ઉપર ચઢી ગયા હતા અને ખુરશી ઉપાડીને ફેંકી દીધી હતી.

આ સમયે પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને આંદોલનકારી બહેનોને દૂર ખસેડ્યા હતાં. એ પછી ભાજપનો કાર્યક્રમ ચાલુ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh