Advertisement
Author: નોબત સમાચાર

ત્રાસ આપવા અંગેના ગુન્હામાં સાસુ-સસરાના આગોતરા જામીન

જામનગર તા. ૧૦: જામનગરના એક મહિલાએ વડોદરામાં રહેતા સાસુ-સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે ગુન્હામાં સાસુ-સસરાએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા છે.

જામનગરના વૈભવીબેન હેમીનભાઈ ભટ્ટે વડોદરામાં રહેતા સાસુ ફાલ્ગુનીબેન ભટ્ટ તથા સસરા વિમલેશભાઈ રજનીકાંત ભટ્ટ સામે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી દહેશતથી આરોપી સાસુ, સસરાએ આગોતરા જામીન મેળવવા જામનગરની અદાલતમાં અરજી કરતા અદાલતે બંનેના આગોતરા જામીન મંજૂર રાખ્યા છે. આરોપી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા, ચેતન પંડયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh